________________
એના બંધક અસંજ્ઞી જીવો હોય છે. એમાંથી અબાધા બાદ કરીએ એટલો નિષેક હોય છે.(વળી, આવો અર્થ થયો એટલે અસંજ્ઞીજીવને વૈક્રિય ૬નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો ? એ પ્રશ્નનો આવો જવાબ આપવામાં આવે છે કે જઘન્યમાં ખૂટતો P/a ઉમેરીદેવાથી એ આવેછે. એટલેકે અસંજ્ઞીનો સ્થિતિબંધ જઘન્ય ૨૦૦૦/૭ P/a અને ઉત્કૃષ્ટ ૨૦૦૦/૭ સાગરોપમ હોય છે.)
આ રીતનો અર્થ કરવામાં નીચેના પ્રશ્નો ઊભા થાય છે.
(૧) અસંજ્ઞીજીવોને '/s જેટલા સ્થિતિસ્થાનો હોય છે તેમજ એ, એકેન્દ્રિય કરતાં અસંખ્ય ગુણ અને બેઇન્દ્રિય વગેરે કરતાં સંખ્યાતગુણ હોય છે. પંચસંગ્રહકારે જ હેલી આ વાત સાથે પૂર્વાપરિવરોધ થશે.
(૨) અસંજ્ઞીમાં વૈક્રિયષક સિવાયમાં, ઉત્કૃષ્ટસ્થિતિને ૭૦ કોડા કોડીએ ભાગી ૧૦૦૦ વડે ગુણવાથી જઘન્ય આવે છે અને એમાં P/sઉમેરવાથી એની ઉત્કૃષ્ટ આવે છે તો વૈક્રિયષટક માટે આવું કેમ કે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડી એ ભાગી ૧૦૦૦ વડે ગુણવાથી ઉત્કૃષ્ટ આવે અને એમાંથી P/a બાદ કરવાથી એનો જઘન્ય આવે ? અન્યપ્રકૃતિઓ કરતાં વૈક્રિયષટક માટે આ વિલક્ષણતા છે કે એના જઘન્ય સ્થિતિબંધ માટે હજારે ગુણવાનું છે ને એનું કારણ ગ્રન્થકારે બતાવ્યુ છે તેમ જો *P/a બાદ કરવાથી જઘન્ય આવે' આવી વિલક્ષણતા પણ એમાં હોય તો ગ્રન્થકાર એનું કારણ પણ કેમ ન બતાવે?
(૩) વળી કર્મપ્રકૃતિ વગેરે સાથે તો વિરોધ ઊભો થાય છે જ.
ગ્રન્થકારના પોતાના જ પૂર્વાપર વચનોનો વિરોધ વગેરે આ દોષોનો પરિહાર પંચસંગ્રહમૂળના જ વચનો પરથી પણ જો શક્ય હોય તો કરવો જોઇએ એવી ગણતરીથી હવે આ ૪૯ મી ગાથાની જરા જુદી રીતે વ્યાખ્યા વિચારીએ. ૪૮ મી ગાથાનો ઉત્તરાર્ધ આવો છે કે સેલળુકોસાઓ મિચ્છÍિપ્ ન તનું ॥ ૪૮ । . ૪૮ મી ગાથાના આ ઉત્તરાર્ધથી શેષપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધની પ્રરૂપણા ચાલુ થાય છે. પણ એ પ્રરૂપણા એ ગાથામાં જ પૂર્ણ થઇ ગઇ નથી, કિન્તુ આગળની ૪૯ મી ગાથામાં પણ આગળ ચાલે છે. અને ૪૯ મી ગાથામાં ‘પતિયાસંäમૂળ’ જે પદ રહ્યુ છે તેનો અન્વય પણ આમાં કરવો જોઇએ. એટલે કે શેષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિથી ભાગવાથી જે જવાબ આવે તેને પલ્યોપમના અસંખ્યમા ભાગથી ન્યૂન કરીએ એટલે એ પ્રકૃતિઓની બંધાતી
બંધન કરણ
૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org