________________
જઘન્ય સ્થિતિ આવે છે. શંકા - “નિયામંવંસૂ' પદ પૂર્વે વેઉબિછકિ... વગેરે આખો ૪૯ મી ગાથાનો પૂર્વાર્ધ રહ્યો છે. એટલે એ પદનો અવય ૪૮ મી ગાથાના ઉત્તરાર્ધ સાથે કરવો યોગ્ય નથી. સમાધાન – શેષ પ્રકૃતિમાં વૈક્રિયષટક પણ સમાવિષ્ટ છે. કિન્તુ નિદ્રા વગેરે શેષ પ્રકૃતિઓ માટે જેમ ઉત્કૃષ્ટને 2 કોડા કોડીથી ભાગવાની છે એટલું જ કાર્ય વૈક્રિયષક માટે પર્યાપ્ત નથી, કિન્તુ એ પ્રમાણે ભાગીને ૧૦૦૦ વડે ગુણવું પણ આવશ્યક છે માટે એ વાતને વચ્ચે જણાવી દીધી છે. એટલે વૈક્રિયષટેક માટે ઉત્કૃષ્ટને
0 કોડા કોડીથી ભાગી ૧૦૦૦ વડે ગુણવા સુધીની અને શેષ નિદ્રાદિ માટે ઉત્કૃષ્ટ ને 2 કોડા કોડીથી ભાગવા સુધીની પ્રકિયા દર્શાવી દીધી. હવે આગળની પ્રક્રિયા દર્શાવવા પ્રકારે “વિમુખ પદ કહ્યું છે. એટલે નિદ્રાદિપ્રકૃતિઓ માટે જે કહ્યું કે “ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગવાથી જે આવે તેમાં આ પદના તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન કરવું. આવા અર્થનો અનય કરી શકાય છે. જો આ રીતે એમાં અવય કરવામાં ન આવે તો એનો અન્યાય કયાં કરશો ? કારણકે વૈક્રિયષકના જઘન્ય સ્થિતિબંધક જીવો અસંજ્ઞી હોવાથી અને તેઓને તો P7s સ્થિતિસ્થાનો હોવાથી એમાં પલ્યોપમનો અસંખ્યમો ભાગ ન્યૂન કરવાનું કહેવાનો કોઈ મતલબ નથી. એટલે એ પદ અય વિનાનું ન રહી જાય એટલા માટે નિદ્રા વગેરે માટે જે કહ્યું છે એમાં એનો અન્વય કરવો અસંગત નથી.
વૈક્રિયષટક તો છે જ પ્રકૃતિઓ છે, નિદ્રા વગેરે પ્રવૃતિઓની ઘણી બહુલતા છે. માટે ગ્રન્થકારે નિદ્રા વગેરે પ્રકૃતિઓની અપેક્ષાએ જ શું ન્યૂન કરવાનું એ જણાવ્યું છે. વૈક્રિયષટક માટે તો એના બંધક અસલી જીવો છે એવું આ ગાથામાં જણાવ્યું છે અને પ૪ મી ગાથામાં “અસંજ્ઞીજીવોના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s જેટલું અધિક હોય છે એ જણાવ્યું છે. આ બેના અનુસંધાનથી વૈક્રિયષટકમાટે PVs ન્યૂન કરવાનો છે એટલી વ્યાખ્યાનો વિશેષ પ્રતિપ્રતિ: ન્યાયે વ્યાખ્યા કરવી એને કોઇ અયોગ્ય નહીં કહી શકે, અન્યથા કર્મપ્રકૃતિમાં મૂળમાં તો વૈક્રિયષક માટે હજારે ગુણવાનું પણ કહ્યું નથી, છતાં ચૂર્ણિકારે એ પ્રમાણે જે વ્યાખ્યા કરી છે તેને પણ અસંગત માનવી પડે. બાકી, / ન્યૂન કરવાની વાતનોવૈક્રિયષટકમાં અન્વય
કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
-
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org