________________
એના મતે આ વાત પણ ‘ત્રણેય પ્રકૃતિઓ મૂળ એક જ છે એ વાતની સમર્થક બને એ જાણવું.)
(૩) સંજવલન ક્યાયોનો સર્વઘાતીરસ બંધાતો હોય ત્યારે પણ એના દેશઘાતી સ્પર્ધકો પણ બંધાતા તો હોય જ છે. સમ્યક્ત્વમોહનીય રૂપે પરિણમતા સ્પર્ધકો જો, સર્વથા મિથ્યાત્વમોહનીય પ્રકૃતિ રૂપ જ હોય તો, મિથ્યાત્વમોહનીયના બંધ વખતે એ સ્પર્ધકો પણ બંધાવા જોઇએ, પણ અનંતાનુબંધી વગેરેની જેમ બંધાતા નથી.. અને તેથી જ મિથ્યાત્વમોહનીયને માત્ર અનંતમા ભાગનાં જ દલિકો મળે છે.
(૪) જો દેશઘાતી સ્પર્ધકો રૂપે પરિણમીને સમ્યક્ત્વમોહનીય તરીકે બનેલાં દલિકો ‘મિથ્યાત્વમોહનીય’ થી ભિન્નપ્રકૃતિ સ્વરૂપ ન હોય તો એ ‘મિથ્યાત્વમોહનીય’ નાં જ દિલકો હોવાથી, મિથ્યાત્વમોહનીયને દેશઘાતી’ કહેવાની આપત્તિ આવે, કારણ કે જેમાં દેશઘાતી સ્પર્ધકો પણ હોય તે · દેશઘાતી પ્રકૃતિ’ એવી વ્યાખ્યા છે. પ્રશ્ન - ૯ :- નામકર્મમાં પંચેન્દ્રિય તિo પ્રાયેગ્ય ર૯ ના પતદ્મહસ્થાન માં ૧૦૨ ના સંક્રમસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ કેટલો મળે ?
ઉત્તર – ૯ :– ૧૦૨ નું સત્તાસ્થાન આહા૦ ૭ સાથે હોય છે. P/aકાળમાં એ ઉવેલાઇ ન જાય ત્યાં સુધી ૧૦૨ નું સંક્રમસ્થાન ચાલુ હોય છે. તેમ છતાં તિર્યંચ પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન અંતર્મુહૂર્તકાળથી અધિક ટક્યું ન હોવાથી એ પતહસ્થાનમાં એનો કાળ અધિક મળતો નથી. આ જ વાત આ જ પતદ્મહસ્થાનમાં ૯૫ ના સંક્રમસ્થાન માટે પણ જાણવી.
W
પ્રશ્ન - ૧૦ :- બંધોત્કૃષ્ટ અને સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ગણતરીમાં ચૂર્ણિકાર અને વૃત્તિકાર કેમ જુદા પડે છે ?
ઉત્તર
૧૦ :- ઉત્કૃષ્ટ સંક્લેશકાળે શુભ એવી પણ પંચેન્દ્રિય જાતિ વગેરેનો જેમ ૨૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ થાય છે તેમ શુભ-અશુભ વર્ણાદિ વીસે વીસનો ૨૦ કોડા કોડી સાગરોપમ જ બંધ થાય છે, માટે એ બધી બંધોત્કૃષ્ટ છે એવો ચૂર્ણિકારનો મત છે. જ્યારે ટીકાકારનો મત એવો છે કે સંકલેશ ઉત્કૃષ્ટ હોય ત્યારે પણ તે તે અમુક વર્ણાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી, ૧૨ા કોડા કોડી વગેરે જ હોય છે. એટલે વર્ણાદિ ૨૦ માંથી શુક્લવર્ણ વગેરે ૧૩ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોડા કોડી થી ઓછો હોવાથી એ ૧૩ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટ છે, બંધોત્કૃષ્ટ નહીં.
-
Jain Education International
For Private & Personal Use Only
સંક્રમકરણ
www.jainelibrary.org