________________
ઉદય-અનુદયની વિવક્ષા કરી નથી. એનાથી એવું માનવું પડે કે હાસ્યાદિનું દલિક સ્તિબુક્સકમથી જેમ કષાયમાં નથી જતું તેમ વેદમાં પણ જતું હોવું ન જોઇએ, અને તેથી વેદનું પણ તેમાં આવતું હોવું ન જોઇએ. જો કે નવ નોકવાયોનો પરસ્પરર્સકમ ન માનીએ તો એક પ્રશ્ન ઊભો થાય છે કે શ્રેણિમાં ૯મા ગુણઠાણાના પ્રારંભથી નોકષાયોમાંથી માત્ર એક વેદનો જ ઉદય હોય છે, હાસ્યાદિ૬માંથી એકેય નો નહીં. તે એ વખતે હાસ્યાદિનો સ્ટિબુક્સકમ શેમાં થાય? થતો નથી એમ તો માની શકાતું નથી, કારણકે અંતરમાં પ્રવેશે ત્યાં સુધી પ્રદેશોદય ચાલુ જ હોય છે. આ પ્રશ્ન ઊભો થાય છે એને દૂર કરવા નીચેના બે વિકલ્પો વિચારવા પડે છે. (૧) જ્યાં સુધી હાસ્યાદિ ૬ માંની કોઇપણ પ્રકૃતિ ઉદયમાં હોય ત્યાં સુધી એમાંની અનુદયવાળી પ્રકૃતિનો તિબુકસંક્રમ એ ઉદયવાળી પ્રકૃતિમાં જ થાય છે. વેદમાં નહી. પણ જ્યારે એ ૬માંની એકે ય નો ઉદય ન હોય ત્યારે એ ૬નો તિબુક્સકમ ઉદયપ્રાપ્ત વેદમાં થાય છે. અથવા (૨) હાસ્યાદિ ૬ માંની અનુદયપ્રાપ્ત પ્રકૃતિનું દલિકર્તિબુક્સકમથી હંમેશા ઉદયપ્રાપ્તવેદમાં પણ જાય જ છે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં નપું.વેદના જઘન્યપ્રદેશોદય માટે એ વખતે ભય-જુગુ0નો ઉદય હોવો જોઈએ એવું સ્પષ્ટ ભલે નથી કહ્યું , છતાં એ ઉપલણથી સમજી લેવાનું હોય. આમાં ખરું તત્ત્વ બહુશ્રુતગમ્ય છે. પ્રશ્ન-પ૫ મતિજ્ઞાનાવરણાદિ દેશઘાતી પ્રકૃતિઓનો કેવલજ્ઞાનાવરણાદિ સર્વઘાતી પ્રવૃતિઓમાં જે સંક્રમ થાય છે, તેમાં એના સર્વઘાતી સ્પર્ધકો જ સંક્રમે કે દેશઘાતીસ્પર્ધકો પણ? ઉત્તર-પ૫ બન્ને પ્રકારના સ્પર્ધકો સંક્રમે છે. સવાગત દેશઘાતી સ્પર્ધકોના દલિના એક અનંતમા ભાગના દલિકોમાં રસઉદ્વર્તન થઇ એ સ્પર્ધકો સર્વિઘાતી બનીને સર્વઘાતી પ્રકૃતિમાં સંક્રમે છે. એમ સર્વઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકો દેશઘાતી પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધક તરીકે સંક્રમે છે. તેમ જ દેશઘાતી રૂપે થઈને પણ સંક્રમે છે. જો કે શ્રેણિમાં જ્યારથી મન:પર્યવ જ્ઞાનાવ વગેરે બધી પ્રવૃતિઓનો દેશઘાતી રસ જ બંધાવા માંડે છે ત્યારબાદ પણ કેવલજ્ઞાનાનો સંક્રમ તો ચાલુ હોય છે. અને રસસંક્રમ તો પતગ્રહપ્રકૃતિના બધ્યમાન રસ સુધી જ થાય છે, એટલે ત્યારથી કેવલજ્ઞાનાવ ના સર્વઘાતી રસસ્પદ્ધકોની ભેગી અપવર્તન કરી એને દેશઘાતી કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org