________________
તેનાથી જણાય છે કે એનું દલિક ઘાલ્યમાનખંડમાં પડતું નથી. ઘાલ્યમાનખંડની નીચે જ પડે છે. વળી, સ્થિતિઘાત વગેરેમાં ચરમખંડ, દ્વિચરખંડ કરતાં મોટો હોય છે. તેથી દ્વિચરમ વગેરે કોઇપણ ખંડ ઉકેરાતો હોય ત્યારે એ ઉમેરાતા ખંડ કરતાં સત્તાગત નીચેની સ્થિતિઓ (કે જે નિક્ષેપ બનવાની છે તે જ વધુ રહેતી હોવાથી અતિસ્થાપના કરતાં નિક્ષેપ જ વધુ મળે છે. હવે, ચરમખંડ જ્યારે ઉકેરાય છે ત્યારે અપવર્તનાથી દલિક એ ચરમખંડમાં તે પડતું નથી. વળી, પ્રાય: કોઈ ઉદયવતી પ્રકૃતિમાં માત્ર ઉદયાવલિકા બાકી રહે એ રીતે ચરમખંડ ઉકેરાતો હોય એવું મળતું નથી. બધામાં અંતર્મુ. સત્તા અવશિષ્ટ હોય ત્યારથી જ સ્થિતિઘાત બંધ પડી જાય છે. એટલે એ અંતર્મુ. સત્તા ચરમખંડની બહાર હોવાથી એમાં અપવર્તનાથી દલિકનિક્ષેપ થાય છે, પણ ચરમખંડમાંન થાય. જેમકે સમ્યક્વમોહનીય, જ્ઞાના.. ૧૪ સયોગીને ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓમાં. વળી, ચરમખંડ કરતાં એ અવશિષ્ટ અંતર્મુહૂર્ત નાનું હોય છે. તેથી ચરમખંડના પ્રથમનિષેકથી, એ અવશિષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ નિકો પછીનો જે નિવેક હશે તેની માટે અતિ સ્થાપના અને નિક્ષેપ તુલ્ય મળશે. કારણ કે પોતાની નીચે રહેલા (ચરમખંડના) નિકો અતિ સ્થાપના તરીક છૂટવાના છે અને અવશિષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ બહારના નિવેક નિક્ષેપ બનવાના છે જે બને તુલ્ય છે. એક મત એવો છે કે ઘાત્યમાન ખંડનું દલિક, એ ખંડને ઉમેરવા માટે જે અંતર્મુહૂર્ત કાળ લાગવાનો હોય તેના માત્ર ચરમસમયે જ એ ખંડમાં પડતું નથી. દ્વિચરમ વગેરે સમયોએ તો એક આવલિકા અતિસ્થાપના છોડી એ ઘાયમાન ખંડમાં અને એની નીચેનાનિકોમાં બધે પડે છે. સમયપૂન ઘાત્યમાનખંડજેટલી ઉત્કૃષ્ટ અતિ સ્થાપના જે કહી છે તે તેને ખંડને ઉકેરવાના માત્ર ચરમસમયે જ જાણવી. બાકીના સમયમાં તે આવલિકા પ્રમાણ અતિ સ્થાપના જ હોય છે. ઉપર, ચરમખંડના જે નિષેક માટે અતિસ્થાપનાને નિક્ષેપ તુલ્ય કહ્યા છે એ જ નિષેક માટે, આ મતે પણ એ બે તુલ્ય મળશે, પણ એ ચરમખંડને ઉકેરવાના માત્ર ચરમસમયે મળશે, એ પૂર્વે નહીં. પ્રશ્ન-૫ બંધનકરણમાં જે ડાયસ્થિતિ છે અને અપવર્તનામાં જે ડાયસ્થિતિ છે એ બને એક જ છે કે ભિન્ન ? ઉત્તર-૫ ભિન્ન છે. કારણકે બંધનકરણમાં જે ડાયસ્થિતિ કહી છે તે અંત: કો. કો. સાગરો. પ્રમાણ છે એવું ત્યાંના ૨૨ બોલના અલ્પબદુત્વ પરથી જણાય છે. એ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org