________________
મોહની ૫ પ્રકૃતિઓ બંધાતી હોવાથી મોહને મળતા દલિજ્જા પાંચ ભાગ પડી પુ. વેદના ભાગે લગભગ પાંચમા ભાગનું દલિક આવે એવું નથી થતું, કિન્તુમોહને પ્રાપ્ત દલિના કવાય-નોકવાય એમ બે જ ભાગ પડી પુ. વેદને લગભગ અડધા ભાગનું દલિક મળી જાય છે. અને સંજવલન કોધાદિને લગભગ અડધામાંથી ચોથા ભાગનું દલિક મળે છે. માટે તો ઉત્કૃષ્ટ પદે પ્રદેશવહેંચણીમાં સંજવલન માન પછી પુ. વેદનો નંબર છે. અન્યથા પુ. વેદના બંધ વખતે મોહની ૫ પ્રકૃતિઓ બંધાય છે જ્યારે સંજવલન માનના બંધકાળે તો મોહની માત્ર ૩ પ્રકૃતિઓ બંધાવાની અવસ્થા પણ મળતી હોવાથી સંજવલન માનને લગભગ ત્રીજા ભાગનું દલિક મળે છે. જ્યારે પુ. વેદને (૫ પ્રકૃતિઓનો બંધ હોવા છતાં લગભગ બીજા ભાગનું દલિક મળતું હોવાથી સંજવલન માન કરતાં એ વિશેષાધિક હોય છે. એટલે, કવાયો ૧૨, ૮, કે૪ બંધાતા હોય, નોકવાયને (હાસ્યાદિને) મળતાંદલિકોમાં કોઈ ફેર પડતો ન હોવાથી હાસ્યાદિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માત્ર ૬ થી ૮ ગુણઠાણે ન કહેતાં ૪ થી ૮ ગુણઠાણે કહ્યો છે. અને તો પણ, એટલા માત્રથી, કપાય-નોકવાયનો પરસ્પર સંક્રમ હોતો નથી એવું માનવાની જરૂર નથી. હા, કષાય-નોકષાયોનો પરસ્પર તિબુકસંક્રમ હોતો નથી એમ આપણે કષાયપ્રાભૂતચૂર્ણિના અક્ષરો પરથી નિર્ણય કરી શકીએ છીએ. કઈ રીતે ? આ રીતેહાસ્ય, રતિ, અરતિ અને શોક આ ૪નો ઉત્કૃષ્ટપ્રદેશોદય ગુણિતક શ લપકને ૮ માના ચરમસમયે કહ્યો છે. અને એ વખતે એને ભય, જુગુનો ઉદય હોવો ન જોઇએ એમ જણાવ્યું છે. આનું કારણ એ સ્પષ્ટ છે કે આ બેનો અનુદય હોય એટલે તિબુક્સકમથી એ બેનું દલિક હાસ્યાદિને મળવાથી હાસ્યાદિના ઉદય પામતા દલિકોનો જથ્થો વધે. એમ ભયના ઉત્કૃષ્ટ પ્રદેશોદય માટે જુગનો અને જુગુરુના ઉત્કૃષ્ટ પ્રદેશોદય માટે ભયનો અનુદય લેવાનું કહ્યું છે. એમ, અરતિ-શોકના જઘન્ય પ્રદેશોદય માટે ભય- જુગુનો પણ એ વખતે વિપાકોદય હોવો જોઈએ એમ જણાવ્યું છે. (હાસ્ય-રતિ-ભય-જુગુ માટે આવી કોઇ વિશેષતા એટલા માટે નથી જણાવી કે એનો જઘન્ય પ્રદેશોદય મૃત્યુપામીને દેવ થયેલ ઉપશાંત કયાય જીવને દેવભવની પ્રથમાવલિકાના ચરમસમયે કહ્યો છે. એ વખતે ભય-ગુનો જો અનુય હોય તો ઉદયાવલિ બહાર જ પ્રથમ સ્થિતિ થઇ હોવાથી વિવક્ષિત સમયે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org