________________
પ્રકૃતિના બંધવિચ્છેદ બાદ એ પ્રકૃતિનું દલિક જેને મળતું હોય એમાં જ એનો સંકમ પણ થતો હોય, અને જેને ન મળે એમાં એનો સંક્રમ ન જ હોય આવું ન પકડવું જોઇએ. અન્યથા, અપ્રમતપણામાં આહારકશરીરનામકર્મ બાંધનારો પ્રમત-ગુણઠાણે આવે ત્યારે એ બાંધતો નથી, અને ત્યારે એના ભાગનું દલિક વૈવ તૈo અને કાશ્મણ શરીર નામકર્મને જ મળે છે, ગતિનામકર્મ વગેરેને મળતું નથી (કારણકે શરીરનામકર્મના ભાગે જે દલિક આવેલું હોય એમાંથી જ જેટલા ૩ કે ૪ શરીરનામકમોં બંધાતા હોય તેના ભાગ પડે છે,નામકર્મને જે દલિક મળતું હોય એમાંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડે એમ નથી.) પણ એટલા માત્રથી એવો નિયમ ન બાંધી લેવાય કે આહારકશરીરનામકર્મનો ગતિનામકર્મ વગેરેમાં સંક્રમ થતો નથી. એમ બીજે વગેરે ગુણઠાણે મિથ્યાત્વ બંધાતું ન હોવાથી એના ભાગનું દલિક કવાય-નોકષાયને જ મળે છે, પણ એટલા માત્રથી મિથ્યાત્વનો સંક્રમ કવાય-નોકષાયમાં થઈ શકે એમ માની શકાતું નથી. એટલે સંક્રમ અંગેની વ્યવસ્થા અને બંધ વખતે દલિવિભાજનની વ્યવસ્થાનું સાંકર્ય કરવું યોગ્ય નથી. મોહનીયકર્મના ભાગે આવેલ દલિકના બે વિભાગ પડે છે. એક દર્શન મોહનીયને મળે છે. અને એક ચારિત્રમોહનીયને મળે છે. જ્યારે મિથ્યાત્વબંધાતું ન હોય ત્યારે બધું જ ચારિત્રમોહનીયને મળે છે. હવે ચારિત્રમોહનીયને જે દલિક મળે છે તેના પણ બે વિભાગ પડે છે. એક કવાયને મળે છે એકનોકવાયને. (આ વિભાગ પડતી વખતે, કષાયમહનીયની કેટલી ઓછી-વની પ્રકૃતિઓ બંધાય છે એની કોઈ ગણતરી હોતી નથી એ ખ્યાલમાં રાખવું. ત્યારબાદ કષાયને મળેલા દલિકમાંથી જેટલા ૧૬,૧૨,૮ વગેરે કષાયો બંધાતા હોય એટલા વિભાગ પડે છે. એટલે ૧૬ ના બદલે ૧૨ બંધાય તો ૪ પાયો (અનંતા.) ન બંધાવાનો લાભ ૧ર ને જ મળે છે, નોકવાયોને નહી. એમ ૧૨ કે ૮ ના બદલે ૮ કે ૪ બંધાતા હોય તો ન બંધાતા અપ્રત્યા -પ્રત્યા કવાયોના દલિકોનો લાભ બંધાતા કષાયોને જ મળે છે, નોકવાયોને નહીં. એમનોકષાયને જે ભાગ મળે છે એમાંથી એક વેદ, એકયુગલના બે ભાગ અને ભય-જુગુ એમ પાંચ બંધાતા હોય ત્યારે પાંચ ભાગ પડે છે. અને જ્યારે (નવમે ગુણઠાણે) માત્ર વેદ બંધાય છે ત્યારે નોકષાયના ભાગનું બધું દલિક એ બધ્યમાન પુરુષ વેદને જ મળે છે. એ વખતે જ સંજવલન + પુરુષ વેદ એમ
૧૦૯
સંક્રમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org