________________
ઉદ્વર્તના-અપવર્તના કરણ
પ્રશ્ન-૧ સ્થિતિબંધ, સ્થિતિસત્તા અને સ્થિતિકાળનો તફાવત શું છે? ઉત્તર-૧બંધ દ્વારા રચાતા સ્થિતિનિકોમાં,બંધસમયથી દૂરમાં દૂર જે નિવેક હોય તેનો કાળ સ્થિતિબંધ કહેવાય છે. વર્તમાન સમયથી દૂરમાં દૂર જે નિષેક બંધ યા સંક્રમથી રચાયેલો વિદ્યમાન હોય તેનો કાળ સ્થિતિસરા કહેવાય છે. કર્મદલિક આત્મા પર જેટલો કાળ રહે એને સ્થિતિકાળ કહેવાય છે. અમુક જીવ વિવક્ષિત સમયે ૨૦ કો. કો. સાગરો જેટલો નપું. વેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. આ બંધથી પ્રાપ્ત દલિકોથી જેનિકો રચાશે તેમાંનો છેલ્લો નિષેક ૨૦ કો. કો. સાગરોપમે ઉદયમાં આવી શકવાની યોગ્યતાવાળો હશે. ત્યારબાદ ઉદયમાં આવી શકે એવો કોઇ નિષેક બંધથી રચાતો નથી. માટે સ્થિતિબંધ ૨૦ કો. કો. સાગશે. કહેવાય છે. હવે, આ જ વિવક્ષિત સમયે પાયમોહનીયનો ૪૦ કો. કો. સ્થિતિબંધ કર્યો છે. એટલે કે એનો છેલ્લો નિષેક ૪૦ કો. કો. સાગરોપમે ઉદયમાં આવી શકે એવો છે. બંધાવલિકા બાદ કષાયમોહનીયની આવલિકાનૂન ૪૦ કો. કો. સ્થિતિ જે વિદ્યમાન છે તે નપું. વેદમાં સંક્રમશે. એટલે હવે નપું. વેદની સ્થિતિ પણ આવલિકાનૂન ૪૦ કો. કો. થશે. એટલે કે આવલિકાનૂન ૪૦ કો. કો. સુધીના નપું. વિદના નિકો પણ વિદ્યમાન મળશે. આ નપું. વેદની સ્થિતિસત્તા છે. વળી એ જ વિવક્ષિત સમયે બંધાયેલ દલિક ઉદ્વર્તના પામી પામીને પણ વધુમાં વધુ ૭૦ કો. કો. જેટલો કાળ જ આત્મા પર રહે છે એનાથી અધિક નહી... માટે કો. કો. એ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ છે. એમ કોઇ દલિક વિવાહિત સમયે બંધાઈને ૨૦૦૦ વર્ષ અબાધાથી ઉપર ૨૦ કો. કો. સુધીના કોઇપણ નિષેકમાં ગોઠવાયું અને બંધાવલિકા બાદ ઉદીરણાથી ઉદયસમયમાં પડી નિર્ણ થયું તો એ સમયાધિકાએક આવલિકા જેટલો કાળ માટે જ આત્મા પર રહ્યું હોવાથી એ દલિક માટે સ્થિતિકાળ સમયાધિક ૧ આવલિકા કહેવાય. આ સાંપરાયિક કર્મદલિનો જઘન્ય સ્થિતિકાળ છે. સકલાયબંધથી આત્મા પર ચોંટેલું કોઇ પણ દલિક સમયાધિકાએક આવલિકા પૂર્વે તે આત્મા પરથી ઉખડી શકતું નથી જ. ૭૦ કો. કો.સાગરોનો જે સાતેય કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ છે તે કર્મસ્થિતિ કહેવાય છે. પ્રશ્ન-૨ વિવક્ષિત સમયે થતા બંધની અબાધા સુધીમાં જે કર્મલતાઓનો કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org