________________
જ છે. સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ જે પોતાના ચરમખંડના ચરમપ્રક્ષેપે થાય છે તે પહેલાં એમાં મધ્યમ ૮ કષાયોનું પ્રચુર દલિક આવી ગયું હોય છે. એમ નપું/ સ્ત્રીવેદનું સંચિત થયેલું અસંખ્યબહુભાગ દલિક પુ.વેદમાં આવે છે. હાસ્યાદિ ૬ નું સંચિત થયેલ દલિક જો આનુપૂર્વી સંક્રમ કાળે પણ પુ૦ વેઠમાં આવતું હોય તો એના દ્વારા, અને અન્યથા સીધું જ સંજવલન ક્રોધમાં અસંખ્યબહુભાગપણે આવે છે. પુ. વેદનું પોતાનું,અને ગુણસંક્રમ-સર્વસંક્રમથીઆવેલ આ નપું.વેદાદિનું બધું દ્રવ્ય અસંખ્યબહુભાગપણે સર્વસંક્રમ દ્વારા સંજવલન ક્રોધમાં જ આવે છે, એટલે કે નવે નોકષાયનુ અસંખ્યબહુભાગ દલિક અને ૮ ક્યાયોનું સંખ્યાતમા ભાગનું લિક છેવટે સંજવલન ક્રોધમાં જ આવવાનું હોય છે. એટલે ઉપશમશ્રેણિ ન માંડી હોય તો નોકષાય વગેરેનું દલિક સંજવલન ક્રોધને ન મળતાં, પોત પોતાના સ્થાને જ રહે તો પણ, ક્ષપકશ્રેણિમાં છેવટે એ બધું સંજવલન ક્રોધને મળી જ જવાનું હોવાથી એ રીતે સંજવલન ક્રોધને કોઇ નુકશાન નથી. ઊલટું, ઉપશમશ્રેણિ માંડે તો નવ નોક્યાય, ૮ કષાય અને સંજવલન ક્રોધ... આ બધાની ગુણશ્રેણિ થવાથી આ બધાનું પ્રચુર દૌલિક નિર્જરી જવાથી, ઓછું થઇ જવાના કારણે ક્ષપકશ્રેણિમાં સંજવલન ક્રોધનો એટલો દલિકજથ્થો મળી શકે નહીં. આ જ રીતે સંજવલન ક્રોધનું દલિક છેવટે સંજવલન માનને મળતું હોવાથી અને સંજવલન માનનું દલિક છેવટે સંજવલન માયાને મળતું હોવાથી સંજવલન ક્રોધ, માન અને માયા ત્રણેયના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ માટે ઉપશમશ્રેણિ માંડવાનો નિષેધ જાણવો. શંકા- આ રીતે તો સંજવલન માયાનું મોટાભાગનું દલિક પણ છેવટે સર્વસંક્રમ દ્વારા સંજવલન લોભને જ મળે છે, તો એના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ માટે ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાની વાત શા માટે કરી ?
સમાધાન-તમારી વાત સાચી છે, સંજવલન માયાનું પણ અસંખ્ય બહુભાગ દલિક સંજવલન લોભને જ મળી જાય છે. પણ, આનુપૂર્વી સંક્રમ હોવાના કારણે સંજવલન લોભનો એ વખતે સંક્રમ હોતો નથી. એનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ તો અંતરકરણયિા પૂર્ણ થવાના ચરમસમયે હોય છે. ત્યાં સુધીમાં તો સંજવલન માયા વગેરે કોઇ એનામાં સર્વથા સંક્રમ્યા હોતા નથી, માત્ર યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા થોડા ઘણાં સંક્રમ્યા હોય છે. તેથી ઉપશમશ્રેણિ માંડવાથી ગુણશ્રેણિ દ્વારા આ અન્ય પ્રકૃતિઓનું દલિક ઓછું થઇ જાય તો પણ સંજવલન લોભને કોઇ વિશેષ ફેર પડતો નથી. ઉપરથી
કર્મપ્રકૃતિ
પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૧૦૪
www.jainelibrary.org