Book Title: Karm Prakruti Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Jain Shwetambar Murtipujak Sangh MumbaiPage 97
________________ છતાં, ચરમખંડનું સંપૂર્ણ નિર્લેપન થઇ ગયું એમ કહેવામાં પણ કોઇ વાંધો નથી, કારણકે એ પ્રાચીન દલિકની અપેક્ષાએ જ કહેવાનું હોય છે, અને પ્રાચીન દલિક તો કોઈ બચ્યું હોતું નથી જ. પ્રશ્ન-૧૯:- વૈ૦ ૧૧ નો જઘન્ય રસ સંક્રમ કેટલા કાળ સુધી સતત મળે? ઉત્તર-૧૯:- આ પ્રવૃતિઓની સત્તા વગરનો અસલી પંચેન્દ્રિયજીવ પુન: બંધ કરે ત્યારે બંધાવલિકા બાદ આનો જઘન્યરસસંકામક બને છે. જો કે તwાયોગ્ય ઉક્ટ સંકલેશમાં જઘન્ય રસબંધ થાય છે અને એ સંક્લેશ બે સમયથી અધિક ટક્તો ન હોવાથી જઘન્યરસબંધ પણ બે સમય સુધી જ થાય છે. તેમ છતાં, અસંગી જીવ એ સંક્લેશ સુધી પહોંચી જઘન્ય સબંધ કરે એ પૂર્વે એણે વૈ૦ ૧૧ નો અજઘન્ય રસબંધ કરી જ લીધો હોય છે. એટલે એ પૂર્વબદ્ધ રસનો સંક્રમ પણ ભેગો મળવાથી જઘન્યથી જેટલો રસ બંધાય છે એટલો જ જઘન્ય રસ સંક્રમમાં મળતો નથી. તેથી આ પ્રવૃતિઓની સત્તા વગરના અસંજ્ઞીને સર્વપ્રથમ જઘન્યથી જેટલો રસ બંધાય છે એ જ બંધાવલિકા બાદ સંક્રમે ત્યારે જઘન્ય રસસંક્રમ તરીકે મળે છે. સામાન્યથી, આ સર્વપ્રથમ જે બંધ થાય છે તે. જેમાં પરાવર્તમાન પ્રવૃતિઓ પણ બંધાઈ શકે એવું ચાર સમય પ્રાયોગ્ય મધ્યમ અધ્યવસાય સ્થાન હોય છે. એટલે એ રસનો સતત ચાર સમય બંધ થઇ શક્તો હોવાથી બંધાવલિકા બાદ સતત ચાર સમય સુધી જઘન્ય રસાસંક્રમ મળી શકે છે. પ્રશ્ન-૨૦:- નામ, ગોત્ર અને વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ રસ લપક જીવ ૧૦ માના ચરમસમયે બાંધી બંધાવલિકાબાદ સંક્રમાવવો શરુ કરે છે, યાવત્ ૧૩ માના ચરમ સમય સુધી સંક્રમાવે છે એમ કહ્યું છે. આમાં પ્રશ્ન ઊભો થાય છે કે ૧૨ મા -૧૩ મા ગુણઠાણે બંધ ન હોવાથી ઉદ્વર્તન કે પરપ્રકૃતિમાં સંક્રમ હોતો નથી. “સમ્પટ્ટિો ન જીરૂ સુદાજુમા એ વચનાનુસારે અપવર્તના પણ હોતી નથી. તો અહીં કયો અનુભાગસંક્રમ હોય છે? ઉત્તર-૨૦:- ઉદ્દવર્તનાકે પરપ્રકૃતિસંક્રમ તોહતોજનથી. પણ અપવર્તના હોવામાં કોઈ વાંધો નથી. સમ્યફ્તી જીવ શુભના રસને હણતો નથી એવું જે કહ્યું છે તે તો ઉપર-ઉપરના તે તે રસનો સર્વથા ઘાત કરતો નથી એ તાત્પર્યમાં છે, એટલે કે આ વાત માત્ર વ્યાઘાત ભાવિની અપવર્તનાના નિષેધ માટે છે. રસની અપવર્તનામાત્રના નિષેધ માટે નહિં. ઉત્કૃષ્ટ રસ સુધીના રસની અપવર્તના ચાલુ સંક્રમકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210