________________
એટલી હાનિ વધુ થાય. આવા કોઇ કારણે સ્ત્રીવેદ- નપું૦ વેઠની પણ પુષ્ટિ બતાવી હોય.
પ્રશ્ન-૪ મનુષ્યદ્દિકના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના અધિકારમાં ૭મી નરકમાં અંતર્મુહૂર્તન્યૂન ૩૩ સાગરોપમ માટે સમ્યક્ત્વ પાળવાનું કહ્યું છે, તો એના કરતાં અનુત્તરમાં પૂર્ણ ૩૩ સાગરોપમ માટે શા માટે ન કહ્યું ?
ઉત્તર-૪૫ અનુત્તરદેવના યોગ કરતાં નારકીનો યોગ અસંખ્યગુણ હોવાના કારણે તેમજ અનુત્તરદેવને અત્યંત વિશુદ્ધિહોવાથી- કષાયોની મંદતા હોવાથી ઉદ્દવર્તના ઓછી થાય અને અપવર્તના વધારે થાય. આ કારણે ૭ મી નરકનો ભવ લીધો હોય. તેમ છતાં, આ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે, તો પછી પ્રથમસંઘયણ માટે પણ આવું શા માટે ન કહ્યું ? એની પણ ઉત્કૃષ્ટપ્રદેશ સત્તા મનુષ્યદુિકની જેમ ૭ મીનરકમાંસમ્યના ચરમસમયે જ બતાવેલી છે. તો બંધાલિકા બાદ ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ કેમ કહ્યો નથી ? આનું રહસ્ય કેવલી ભગવંતો જાણે છે.
પ્રશ્ન- ૪૯ પ્રથમસંઘયણનો જઘન્યપ્રદેશસંક્રમ કોને હોય છે ? ઉત્તર- ૪૬ કર્મપ્રકૃતિમાં પંચે જાતિ વગેરેની સાથે આ પ્રકૃતિને પણ ભેગીંગણી ૩૬ પ્રકૃતિનો જઘન્યપ્રદેશસંક્રમ ઉપશમશ્રેણિ માંડયા વિનાના ક્ષપિતકર્માશને ક્ષપકશ્રેણિમાં૮મા ગુણઠાણાની પ્રથમાવલિકાના ચરમસમયે કહેલો છે. પંચસંગ્રહની મૂળટીકામાં પ્રથમસંઘયણનો જઘન્યપ્રદેશસંક્રમ ક્ષેપકશ્રેણિ પર ચડતાં પહેલાં જે પ્રથમગુણઠાણે ચરમબંધ થાય ત્યારે કહ્યો છે.
અહીં વિચારતાં એમ જણાય છે કે, પંચેન્દ્રિય જાતિ વગેરે ૩૫ શુભપ્રકૃતિઓ તો શ્રેણિમાં બંધાતી હોવાથી ગુણસંક્રમથી પુષ્ટ થઇ જવાના કારણે એનો જઘન્ય પ્રદેશસંક્રમ ન મળે. તેથી ૪વાર ઉપશમશ્રેણિનો નિષેધ કર્યો એ બરાબર છે. કિન્તુ પ્રથમસંઘયણ તો શ્રેણિમાં બંધાતું ન હોવાથી એ ગુણસંક્રમથી પુષ્ટ થવાનો પ્રશ્ન જ રહેતો નથી, ઉપરથી ગુણશ્રેણિ દ્વારા કેટલું ય નિર્જરી જવાનું છે, તો એના અધિકારમાં ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાનો પણ સમાવેશ હોવો જોઇએ. વળી પંચસંગ્રહમાં જે ચરમબંધે જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે એ અંગે પણ આવો વિચાર આવે છે કે, ત્યારે તો બંધયોગ્યતા હોવાથી યથાપ્રવૃત્ત સંક્રમ થશે,જ્યારે ત્યારબાદ બંધયોગ્યતા નીકળી જવાથી વિધ્યાતસંક્રમ મળવાથી જઘન્યપ્રદેશસંક્રમ મળશે... એટલે તર્કથી વિચારતાં આવું યોગ્ય લાગે છે કે ૪ વાર ઉપશમશ્રેણિ કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી
-
Jain Education International
For Private & Personal Use Only
૧૦૦
www.jainelibrary.org