________________
મતિજ્ઞાનાવરણ વગેરે દેશઘાતી સર્વપ્રકૃતિઓના સર્વઘાતી સ્પર્ધકો પણ હોય તો છે જ, માત્ર સમત્વ મોહનીયના જ તે હોતા નથી એવું કેમ ? આવા પ્રશ્નના જવાબમાં પણ આવું વિચારી શકાય છે કે મિશ્ર અને મિથ્યાત્વના જે સર્વઘાતી સ્પર્ધકો હોય છે એ જ સમ્યક્વમોહનીયના સર્વઘાતીસ્પર્ધકો છે, કેમકે છેવટે આ ત્રણેય એક જ પ્રકૃતિ છે.
સમત્વ અને મિશ્ર મોહનીયના રસને સખ્યત્વી કે મિથ્યાત્વી કોઇ જીવ ક્ષપણાકાળ સિવાય હણતો નથી, આવી હકીક્ત પણ આનું સૂચન કરી શકે છે કે છેવટે આ ત્રણે ય પ્રકૃતિઓ એક છે. તેથી રસઘાતમાં તો ઉલ્ટ તરફથી જ રસ હણવાનો પ્રારંભ થતો હોવાથી અને ઉલ્ટ તરફ તો મિથ્યાત્વનો જ રસ હોવાથી એ જ માત્ર હણાય છે. આ બેનો રસ તો એટલો ઓછો હોય છે કે ક્ષપણાકાળ સિવાય હણાવાનો પ્રશ્ન જ આવતો નથી.
આ બધી બાબતો જેમ “આ ત્રણેય જુદી જુદી સ્વતંત્ર પ્રકૃતિઓનથી એનું સૂચન કરે છે તેમ “આ ત્રણ પ્રકૃતિઓ કથંચિત્ સ્વતંત્ર પ્રકૃતિ રૂપ પણ છે' એવું સૂચન કરનારી પણ કેટલીક બાબતો છે. (૧) કર્મપ્રકૃતિ અને કષાયપ્રાભૂતચૂર્ણિએ બન્નેમાં આ ત્રણ પ્રકૃતિઓના યથાસંભવ ગુણસંક્રમ, ઉદ્વલના સંક્રમ તેમજ વિધ્યાસક્રમની પ્રરૂપણા કરી છે. આ ગુણસંક્રમ વગેરે પ્રદેશસંક્રમના પેટા ભેદો છે. અને પ્રદેશસંક્રમ તો અન્ય પ્રકૃતિમાં દલિકોનો સંક્રમ થતો હોય ત્યારે જ કહેવાય છે. પ્રકૃતિ બદલાયા વગર માત્ર ઉદ્દવર્તના - અપવર્તના થતી હોય ત્યારે પ્રદેશ સંક્રમ કહેવાતો નથી. એટલે જો આ ત્રણે સર્વથા મૂળ એક જ પ્રકૃતિ હોય તો એમાં પરસ્પર સંક્રમ એ માત્ર ઉદ્દવર્તના કે અપવર્તના રૂપ માનવો પડવાથી એમાં પ્રદેશસંક્રમના પેટાભેટ સ્વરૂપ ગુણસંક્રમ વગેરેની સંગતિ કરવાનો પ્રશ્ન ઊભો થાય. (૨) પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ સમયે મિથ્યાત્વનો સમ્યકત્વમોહનીયમાં અને મિશ્નમાં સંક્રમ થયા પછી મિશ્રનો સમ્યક્તમાં સંક્રમ સંક્રમાવલિકાબાદ થાય છે એમ કર્મપ્રકૃતિમાં જણાવેલ છે. જો આ ત્રણે સર્વથા એક જ પ્રકૃતિ રૂપ હોય તો મિથ્યાત્વમાંથી મિશ્રામાં થતો સંક્રમરસઅપવર્તનારૂપ બને. વળી અપવર્તનાવલિકા છોડવાની હોતી નથી. તેથી એનો બીજા જ સમયે મિશ્રમાંથી સમ્યકત્વમાં સંક્રમ થવો દેખાડત. (જો કે કષાયપ્રાભૃત ચૂર્ણિમાં બીજા જ સમયે એ દેખાડેલ છે. એટલે
કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
શપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org