________________
મોહનીય તરીકે ગણાવેલ છે. એટલે એ મુજબ અનંતાનુ૦ નો મિથ્યાત્વમાં સંક્રમ થઇ શકે એમ માનવાનું મન થાય. પણ જો એમ માનીએ તો આપત્તિ એ આવે કે અનંતાનુ દર્શનમોહનીય થવાથી અપ્રત્યા૦ ક્રોધ વગેરેમાં સંક્રમી શકશે નહી અને અપ્રત્યા૦ વગેરે એમાં સંક્રમી શકશે નહીં.
(i)
(ii) અનંતાનુ જેમ મિથ્યાત્વમાં સંક્રમી શકે એમ મિથ્યાત્વ પણ અનંતાનુ૦માં સંક્રમી શકવાથી અનાદિ મિથ્યાત્વી વગેરેને પણ મિથ્યાત્વમોહનીયનો સંક્રમ મળવાથી પહેલે ગુણઠાણે ૨૬ નું સંક્રમ સ્થાન પણ મળશે.
આમ આ રીતે સમન્વય કરવામાં આવી બધી આપત્તિ ઓ ઊભી થતી હોવાથી આ બન્ને મતાંતરો છે” એવું માનવું વધુ યોગ્ય લાગે છે.
-
પ્રશ્ન ૬ : પતગ્રહતાનો નાશ પુરુષવેદ માટે પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા શેષ હોય ત્યારે થાય અને સંજય૦ ક્રોધાદિ માટે સમયન્યૂન ૩ આધુલિકા શેષ હોય ત્યારે થાય છે. તો આવું કેમ ?
ઉત્તર - -૬ :- શ્રેણિમાં બંધ વિચ્છેદ પૂર્વે સમયન્યૂન ર આવલિકા કાળે પતમહતાનો નાશ થાય છે. પુ વેદનો બંધવિચ્છેદ એની પ્રથમસ્થિતિના ચરમ સમયે થાય છે જયારે સંજવ૦ ક્રોધાદિનો બંધવિચ્છેદ એની પ્રથમસ્થિતિ એક આવલિકા શેષ હોય ત્યારે થાય છે. આવો ભેદ પણ એટલા માટે પડે છે કે પુવેદનો ઉદયવિચ્છેદ પ્રથમસ્થિતિના ચરમસમયે થાય છે જ્યારે સંજય૦ ક્રોધાદિનો એક આવલિકા શેષ હોય ત્યારે થાય છે. ઉદય હોય ત્યાં સુધી બંધ હોય. ઉદયવિચ્છેદમાં પણ ભેદ એટલા માટે પડે છે કે સંજવ૦ ક્રોધાદિની અવશિષ્ટ આવલિકા સ્તિબુક સંક્રમથી સંજય૦ માનાદિમાં સંક્રમી શકે છે, પણ નોકષાયનો કષાયમાં સ્તિબુક સંક્રમ ન હોવાથી પુ૦ વેદની ૧ આવલિકા જો અશિષ્ટ રહે તો એ શેમાં સંક્રમીને ભોગવાય ? એ પ્રશ્ન ઊભો થાય. આની વિશેષ સ્પષ્ટતા આગળ પ્રશ્ન નં ૫૪ માં થશે.
પ્રશ્ન - ૭ :- સંજય૦ લોભની પતદ્મહતાનો નાશ ક્યારે થાય ? ઉત્તર – ૭ :- ક્ષપકશ્રેણિમાં, સંજવલન માયાનો સત્તાવિચ્છેદ થયે સંજવલન લોભ ની પતદ્મહતા નષ્ટ થાય છે, એ વખતે ૯ મા ગુણઠાણાનો હજુ અંતર્મુહૂર્ત કાળ શેષ હોય છે. ઉપશમશ્રેણિમાં આના માટે એવું જણાવ્યું છે કે ૯ માના અંતે બે લોભ ઉપશાંત થાય એટલે સંજય૦ લોભની પતદમહતા નષ્ટ થાય છે. પણ આ
કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
૭૩
www.jainelibrary.org