________________
સાથે ૨:૭ નો ક્રમ હોય છે. એટલે જ શ્રેણિમાં નામ-ગોત્રનો જયારે ૧ પલ્યોપમ બંધ હોય ત્યારે જ્ઞાના. વગેરેનો ૧.૫ પલ્યોપમ અને મોહનીયનો બે પલ્યોપમ સ્થિતિબંધ કહ્યો છે. અન્યથા, જો બધ્યમાન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો પરસ્પર જે ક્રમ હોય તે જ જળવાતો હોય તો નામ ગોત્રના ૧ પલ્યોપમ બંધ કાળે જ્ઞાના. નો ૩ પલ્યોપમ અને મોહનીયનો ૪ પલ્યોપમ બંધ હેત. કારણ કે નામ ગોત્રમાં બધ્યમાન પ્રકૃતિઓ છે યશનામ અને ઉચ્ચગોત્ર જેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી છે જ્યારે જ્ઞાના. નો ૩૦ અને ક્યાયમોહનીયનો ૪૦ કોડા કોડી છે. એટલે કે બધ્ધમાન આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો ક્રમ તો ૧: ૩ : ૪ છે.
એટલે સામાન્યથી તો, વર્ગોત્કૃષ્ટનો જ ક્રમ જળવાતો હોવાથી અને વૈક્રિયષટ્ક દ્વારા એનું સૂચન પણ થઇ શકતું હોવાથી પંચસંગ્રહકારે વ્હેલ ‘ઉત્કૃષ્ટ” શબ્દનો વર્ગોત્કૃષ્ટ અર્થ કરી કર્મપ્રકૃતિ સાથે પણ સંમતિ સાધવી એમાં કંઇ અનુચિત ભાસતું નથી.
આમ એકેન્દ્રિય વગેરેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય એના અધિકારમાં પંચસંગ્રહની આવી વ્યાખ્યા કરવામાં આવે તો એના મતમાં અને કર્મપ્રકૃતિના મતમાં કોઇ તફાવત રહેતો નથી.
પંચસંગ્રહકારના પોતાના વચનોમાં પૂર્વાપર વિરોધ ન રહે અને કર્મપ્રકૃતિની સાથે સમન્વય થઇ જાય એ ગણતરીએ વ્યાખ્યાનતો વિશેષપ્રતિપત્તિ:' ન્યાયે આવી વ્યાખ્યા દર્શાવી છે. છેવટે વસ્તુત ં તુ કેટલિનો વિદન્તીતિ.’ પ્રશ્ન -૫૯ :- વૈક્રિયષટકનો જઘન્ય સ્થિતિબંધ કેટલો છે ?
ઉત્તર – ૫૯ :- કર્મપ્રકૃતિ મૂળમાં આનો સ્વતંત્ર ઉલ્લેખ નથી. ચૂર્ણિકારે આ પ્રમાણે જણાવ્યું છે કે વેલ્વિયછાળ સારોવમસદસ્વસ્ય ને સત્તમાળા પતિોવમક્ષ ખાવ ૩ળા, અળિપવિંડિઓ ટ્રેવળિયપાળું વધરૂત્તિ” . આમાં પલિઓવમન્સ જાવ...' એટલો નિર્દેશ કરીને ચૂર્ણિકારે આગળ નિર્દેશ કર્યો નથી. વળી એ પૂર્વે નિદ્રાપંચક વગેરે માટે પલિઓયમન્સ અસંખેતિભાગેણ ઊણગા' એમ જણાવેલ છે. એટલે પ્રસ્તુતમાં પણ પલ્યોપમનો અસંખ્યમો ભાગ ચૂન કરવાનો છે એમ કલ્પના થઇ આવવી સહજ છે. પણ વસ્તુત: પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરવાનો છે એ જાણવું.
૪
Jain Education International
For Private & Personal Use Only
બંધન કરણ
www.jainelibrary.org