________________
મિથ્યાત્વ વગેરેનો જઘન્ય રસ બાંધનારા જીવો પણ સંખ્યાતાથી અધિક મળતા નથી. આ સિવાયના ત્રસ પ્રાયોગ્ય કોઇપણ રસબંધસ્થાનને બાંધનારા જીવો ઉત્થરથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા અસંખ્ય મળી શકે છે. સ્થાવર પ્રાયોગ્ય – પર્યાપ્ત મનુષ્યના આયુષ્યનો બંધ કરનાર જે રસબંધસ્થાનો હોય તેના બંધકજીવો ઉતૂટથી સંખ્યાતા જ મળે છે. સામાન્યથી મનુષ્ય આયુષ્યના કે અંતર્મુહૂર્તથી અધિક હોય એવા તિર્યંચ આયુષ્યનારસબંધના બંધક જીવોઉત્કૃષ્ટથી અસંખ્યાતા મળે છે.
તેમ તિર્યચદ્ધિક અને નીચગોત્રનું જઘન્ય રસબંધસ્થાન અને તેની નજીકના અસંખ્ય સ્થાનોના સબંધક તેઉકાય - વાઉકાયના જીવો હોવાથી બંધક અસંખ્ય મળે છે. તથા ઉદ્યોતનો એકેન્દ્રિય જીવો જે ઉત્કૃષ્ટ રસ બાંધે તે રસબંધસ્થાન અને તત્યાસનસ્થાનોના બંધક પણ અસંખ્યથી વધુ મળતા નથી. કારણકે એ રસના બંધકો પણ તેઉ- વાઉકાયના જીવો જ હોય છે...........
પહેલે ગુણઠાણે નરક સિવાયના સંસી જીવો જે વિશુદ્ધિમાં મનુષ્ય પ્રાયોગ્ય જ બાંધે છે. પરંતુ તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા નથી. તે વિશુદ્ધિમાં કમી નરકના જીવોતિર્યંચ પ્રાયોગ્ય જ બાંધતા હોવાથી તેઓને તેનો જઘન્ય રસબંધ હોય છે. એમ સ્થાવરમાં પૃથ્વીકાય વગેરે જીવો જે વિશુદ્ધિમાં મનુષ્યપ્રાયોગ્ય જ બાંધે છે તે વિશુદ્ધિમાં પણ તે – વાઉના જીવો તોતિર્યચકિઅને નીચ ગોત્રજ બાંધે છે. એટલે આ વિશુદ્ધિમાં આ ત્રણના જે સબંધસ્થાનો (જઘન્ય રસબંધસ્થાન અને તેની નજીકના અસંખ્ય સ્થાનો) બંધાય છે તે માત્ર તેઉકાય વાઉકાયને જ સંભવે છે. અને તેથી તેના બંધક અસંખ્યથી વધુ મળતા નથી. વળી આ વિશુદ્ધિમાં પણ તેઓ તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા હોવાથી ઉદ્યોત પણ બાંધી શકે છે. અન્ય સ્થાવરો આ વિશુદ્ધિમાં મનુષ્ય પ્રાયોગ્ય બાંધતા હોવાથી ઉદ્યોત બાંધતા નથી. તેથી એકેન્દ્રિય જીવને ઉદ્યોતનો જે ઉત્કૃષ્ટ રસબંધ હોય છે તેના બંધક તેઉ- વાઉકાયના જીવો જ હોય છે.
સાસ્વાદન ગુણઠાણે સંભવિત રસબંધસ્થાનોના બંધકો પણ અસંખ્યથી વધુ મળતા નથી. તે સિવાયના પ્રત્યેક સબંધસ્થાનોને બાંધનારા જીવો અનંત અનંત મળે છે. તેથી આ બધાના બંધક જીવો અનંતા છે. એનાથી જણાય છે કે તે દરેક રસબંધસ્થાનોને પ્રત્યેક અને સાધારણ બને જીવો બાંધી શકે છે.
બંધનકરણ
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org