________________
14
જેન તત્વ વિચાર અભવ્ય પણ ચારિત્ર પ્રાપ્ત કરી નવમાં રૈવેયક સુધી જાય છે પણ તેની સફળતા નથી એ સમજાવ્યું છે. માર્ગોનુસારીના ગુણે. ન્યાયસંપન્નવિભવ વિગેરેનું વર્ણન કરેલ છે.
“મનને વશ કરવાના ઉપાયે એકાગ્રતા કેવી રીતે સાધી શકાય વિચાર શક્તિ કેવી રીતે ખીલે, વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી, મનને શાંતિ કેમ થાય? વિગેરે અત્યંત આવશ્યક પદાર્થ કે કરોડો લોકો કહે છે કે મનની શાંતિ નથી એ “શાંતિ” વસ્તુને પ્રાપ્ત કરવા માટે આ લેખમાં સરળ ઉપાય આપ્યો છે. સુજ્ઞ વાચકે જરૂર આ લેખ વાંચી અને તેના દ્વારા પિતાના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે અને જીવનની અનેક વિધ સમસ્યાને - અંત લાવી શકે છે.
શાંતિ પ્રાપ્ત થયા પછી છેલ્લે મહાસમાધિ શી રીતે પ્રાપ્ત થાય, તેના બીજ શું છે? વિગેરે તાત્વિક પદાર્થોનું લેખકશ્રીએ સુંદર તસ્વરચનાત્મક વિવિધ શૈલિમાં રજૂઆત કરીને તત્ત્વરસિક અનેક જીવોને આ અમૂલ્ય ખજાનાની ભેટ આપી છે.
- અંતે “ચિંતનકણિકા સુવાક્યોમાં પણ ચિંતનનો સંગ્રહ કરેલ છે ખૂબ હૃદયસ્પર્શી તત્ત્વસ્પશી આ લખાણ છે.
જૈન દર્શનના આવા તત્ત્વને વાંચી-વિચારી સૌ કઈ તત્વ જિજ્ઞાસુ બને એ તત્ત્વને જીવનમાં અમલી બનાવીને સો કેઈ મુક્તિની વરમાળા પરિધાન કરે એ જ મંગળ કામના.
મુનિ વજનવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org