Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ (૧) નવનયીવનધનબિશ્વર્યસમ્પ jલમ્ विनयप्रशमविहीना न शोभते निर्जलेव नही ।। અર્થ : પુરુષ પાસે ભલે ઉત્તમકુળ, અભુત રૂ૫, વાચ્છટા, ભરયૌવન, પુષ્કળ ધન, કહ્યાગરા મિત્રો અને ઐશ્વર્ય વગેરે હોય તો પણ વિનય અને પ્રશમ-વૈરાગ્યભાવ વિના આ બધું બિલકુલ ન શોભે. પાણી | વિનાની નદી શોભે ખરી ? (१०) गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि ।। तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ।। અર્થ : તમામે તમામ શાસ્ત્રારંભો ગુરુને આધીન છે. ગુરુ શાસ્ત્રો ભણાવે તો જ ભણી શકાય.) માટે હિતની આકાંક્ષાવાળાએ ગુરુની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ. (११) धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो वचनसरसचन्दनस्पर्शः ।। અર્થ : ગુરુની ગાળ ખાનારા શિષ્યો ! તમે દુઃખી ન થશો, કેમકે તમે જે ખોટું આચરણ કર્યું એ તમારા આત્મામાં ઉત્પન્ન થયેલી ગરમી છે. એને શાંત કરી ઠંડક આપવા માટે ઘસેલા ચંદનનું વિલેપન જરૂરી છે. એ ચંદન તો મલયાચલ પર્વતમાંથી જ મળે. અને એ મલયાચલ પર્વત એટલે જ સદ્ગુરુનું મુખ. ગુરુના કડવા વચનો એ તો ગુરુના મુખરૂપી પર્વતમાંથી નીકળેલ ચંદન છે. આવા ચંદનનો સ્પર્શ તો ધન્ય શિષ્યો ઉપર જ પડતો હોય છે. (१२) दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतिकारः ।। અર્થ : આ લોકમાં ત્રણ વ્યક્તિના ઉપકારનો બદલો વાળવો ઘણો જ કઠિન છે. (૧) માતા-પિતા, (૨) સ્વામી-માલિક, શેઠ, (૩) સદ્ગર. એમાં ય સદ્ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આલોકમાં અને પરલોકમાં પણ અતિ-અતિ દુષ્કર છે. (१३) विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः । त्रुटिमात्रविषयसङ्गादजरामरवनिरुद्विग्नाः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 178