________________
પ્રશમરતિ
(૧)
क्रोधः परितापकरः सर्वस्योद्वेगकारकः क्रोधः । वैरानुषङ्गजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ।।
અર્થ : ક્રોધ દોષ ચાર મોટા નુકસાનો કરે છે. (૧) ક્રોધ દોષ ક્રોધ કરનારાને જ પુષ્કળ માનસિક પીડા આપે છે. (૨) ક્રોધ બધાયને ઉદ્વેગ પમાડે છે. (૩) ક્રોધ વેરની પરંપરાઓ ઊભી કરે છે. (૪) ક્રોધ સદ્ગતિની પ્રાપ્તિ અટકાવી દુર્ગતિમાં મોકલે છે.
(२) श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य ।
मानस्य कोऽवकाशं मुहूर्तमपि पण्डितो दद्यात् ।।
અર્થ : આ અહંકાર પણ કેવો ભયંકર ! અહંકારી માણસ બીજાઓ પાસેથી શ્રુતજ્ઞાન પામી ન શકે. કોઈને પોતાની શંકાઓ ન પૂછે એટલે એનું શ્રુત તો દૂષિત જ થાય. અહંકારીનો સદાચાર પણ શોભતો નથી. અહંકારીઓ ગુર્વાદિનો વિનય પણ ન કરે. અહંકાર ધર્મ, અર્થ અને કામ ત્રણેયમાં વિઘ્નરૂપ છે. આ બધું જાણીને કયો પંડિત પુરુષ એક મુહૂર્ત માટે પણ અહંકારને પોતાના આત્મામાં રહેવાની જગ્યા આપે?
(३) मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः ||
અર્થ : જે પુરુષ માયા કરવાના સ્વભાવવાળો થઈ ગયો હોય તે કોઈક અપરાધ કરે કે ન કરે તો ય બધા લોકો એને શંકાની નજરથી જ જુએ. કોઈ એના ઉપર વિશ્વાસ ન ચૂકે. સાપ ભલે ને શાંતિથી બેઠો હોય તો પણ ડંખ મારવાના એના સ્વભાવને જાણનારાઓ એની શાંત મુદ્રામાં વિશ્વાસ મૂકે ખરા ?
सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य ।
(૪)
लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ।।
અર્થ : લોભ એ ધન, આયુષ્ય વગેરે તમામ વસ્તુઓના વિનાશનું
+†††††††††††††††††||||||††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷||||||||||||||||||||||♪♪♪♪♪♪♪♪♪♪♪♪|÷÷÷÷÷÷÷÷+++++++++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)