Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ એવું લાગે છે કે તૈયાર થઈને, જીવંત બનીને, દોડવા લાગેલું તપોવનનું આ ‘મોડેલ’ જો ઠેર ઠેર ઊભું થઈ જાય તો ભારતીય પ્રજાનું જીવન-સ્તર બધી રીતે ઉન્નત થાય. તપોવનની ‘ફી’ એટલી બધી ઓછી છે કે તપોવનને દર વર્ષે ૧૨ થી ૨૦ લાખ રૂા. નો તોટો આવે છે. ‘કોર્પસ’ કરવા દ્વારા - વ્યાજમાંથી આ તોટામાંથી ઝટ નીકળી જવાનો પ્રયત્ન ચાલુ છે. તપોવનના પ્રેરક પં. ચન્દ્રશેખરવિજયજીનું સ્વપ્ન હતું કે તપોવન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિભૂતિઓ પેદા કરવી. દા.ત. (૧) રાજકીયક્ષેત્રે સુભાષચન્દ્ર બોઝ કે ચન્દ્રશેખર આઝાદ પેદા થાય. (૨) સંસ્કૃતિરક્ષાના ક્ષેત્રે સ્વામી વિવેકાનંદ પ્રગટ થાય. (૩) ધર્મક્ષેત્રે હેમચન્દ્રાચાર્યજી કે ગૂર્જરેશ્વર કુમારપાળ જન્મ પામે. આવી આઠ દસ વિભૂતિઓ પેદા થાય તોય ભયોભયો ! આજના વિષમકાળમાં તો આટલુંય ઘણું બધું ! હા, તેમને ખબર છે કે આંબાની કલમ વાવનારને આંબાની કેરીઓ ખાવાનું કે જોવાનું સૌભાગ્ય સાંપડતું નથી. પણ તેનો કોઈ વાંધો નથી. બીજ વાવવાનું; પહેલી ઈંટ મૂકવાનું સૌભાગ્ય પણ અતિ દુર્લભ છે. ચાલો, આપણે સહુ – તેમના ભક્તો - તેમનું સ્વપ્ન ધરતી ઉપર અવતારીએ. તેમણે આંખો મીંચી દીધી હશે તો સ્વર્ગેથી આપણે મેળવેલા રૂડા ફળોને તે જોયા કરશે. કોઈ પણ પ્રકારની માહિતી મેળવવાનું સંપર્ક સ્થળ ઃતપોવન સંસ્કારપીઠ અમીયાપુર, પો. સુઘડ, તા. ચાંદખેડા, જિ. ગાંધીનગર, (ગુજરાત) તપોવન ઃ ફોન ઃ S.T.D. (૦૭૯) ૩૨૦૬૨૦૩, ૩૨૭૬૩૪૧

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178