________________
આશ્રયસ્થાન છે. તમામ મુશ્કેલીઓ પામવાનો એક માત્ર રાજમાર્ગ જો કોઈ હોય તો એ લોભ છે. શોભા મોઢામાં પ્રવેશેલો કયો માણસ
એક ક્ષણવાર પણ સુખને પામે ? () વૈરાયનાસસ્થિતય સંસારસવિતર્યા . _____ स्वहितार्थाभिरतमतेः शुभेयमुत्पद्यते चिन्ता ।। અર્થ: જે આત્મા વૈરાગ્યમાર્ગમાં સારી રીતે સ્થિર થઈ જાય, આ સંસારમાં
રહી રહીને કંટાળી જાય અને જેનું મન પોતાના આત્માના હિતમાં
એકમાત્ર રમતું હોય તેને આ પ્રમાણે શુભ ચિન્તા ઉત્પન્ન થાય કે.. (६) भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य का प्रमादो मे ।
न च गतमायुर्भूयः प्रत्येत्यपि देवराजस्य ।। અર્થ: કરોડો ભવો પછી પણ જે માનવભવ મળવો દુર્લભ છે. એને પામ્યા
પછી પ્રમાદ કરવો એ શું મારા માટે યોગ્ય છે? સમયે સમયે મારું આયુષ્ય જઈ રહ્યું છે. એ કંઈ પાછું આવવાનું નથી. ઈન્દ્રનું ય ગયેલું
આયુષ્ય ક્યાં પાછું આવે છે? (9) મારોથાણુર્વાસમુદયારે ના વીર્યનિયત થર્મે
तल्लब्ध्वा हितकार्ये मयोद्यमः सर्वथा कार्यः ।। અર્થ : મને જે કંઈ આરોગ્ય, આયુષ્ય, શારીરિક બલ વગેરે મળ્યું છે એ બધું
ચંચળ છે. એના ભરોસે મારે બેસી ન રહેવાય. વળી ધર્મકાર્યમાં વર્ષોલ્લાસ પણ ચંચળ છે, કાયમ નથી રહેતો તો આ બધું પામ્યા
પછી મારે સર્વપ્રકારે આત્મહિતના કાર્યોમાં જ ઉદ્યમ કરવો જોઈએ. (८) शास्त्रागमादृते न हितमस्ति न च शास्त्रमस्ति विनयमृतेः ।
तस्माच्छास्त्रागमलिप्सुना विनीतेन भवितव्यम् ।। અર્થ: આ માટે મારે વિનયી બનવું પડશે, કેમકે જૈનશાસ્ત્રો રૂપી આગમો
વિના તો આત્મહિત શક્ય નથી. અને એ શાસ્ત્રોના રહસ્યની પ્રાપ્તિ તો વિનય વિના થઈ શકતી જ નથી. માટે આત્મહિત માટે શાસ્ત્રીય બોધ ઈચ્છતા માટે ગુરુ પ્રત્યે ખૂબ વિનયી બનવું જોઈએ.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨