Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધર્મને પ્રાણ કોઈ બીજી વ્યક્તિમાં ધર્મનો સ્ત્રોત ઉદ્ભવે છે, અને તે પ્રથમના કીટાણુજન્ય સડાને ધોઈ નાખવા મથે છે. આ બીજો સ્ત્રોત પ્રથમના સ્ત્રોત ઉપર બાઝેલી લીલને જોઈ નાખી જીવનની ભૂમિકામાં વધારે ફલદાયી કાપ મૂકે છે. વળી એ કાંપના બીજા થર ઉપર લીલ જામે છે, અને ક્યારેક કાલક્રમે ત્રીજી વ્યકિતમાં પ્રભવેલ ધર્મોત એનું માર્જન કરી નાખે છે. આવી રીતે માનવજીવનની ભૂમિકા પર ધર્મસ્ત્રોતનાં અનેક વહેણે વહેતાં રહે છે, અને એ રીતે ભૂમિકા વિશેષ ને વિશેષ યોગ્ય તેમ જ ફળદ્રુપ બનતી જાય છે.
ધર્મોતનું પ્રકટીકરણ એ કોઈ એક દેશ કે એક જાતિની પિતૃક સંપત્તિ નથી; એ તે માનવજાતિરૂપ એક વૃક્ષની જુદી જુદી શાખા પર ઉદ્ભવનાર સુફળ છે. તેને પ્રભાવ હોય ભલે વિરલ
વ્યકિતમાં, પણ તે દ્વારા સમુદાયમાં અમુક અંશે વિકાસ અવશ્ય થાય છે.
[દઅચિંત્ર ભા. ૧, પૃ. ૨૮ ] [૬] ધર્મનાં બે સ્વરૂપ : બાહ્ય અને આત્યંતર
ધર્મનાં બે રૂપ છે : એક તે નજરે ચડે તેવું અને બીજું નજરે ન ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવું. પહેલા રૂપને ધર્મને દેહ અને બીજા રૂપને તેને આત્મા કહી શકાય.
દુનિયાના બધા ધર્મોને ઈતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ જરૂર હોય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે? દરેક નાના-મોટા ધમપંથનું અવલોકન કરીએ તો આટલી બાબતે તે સર્વસાધારણ જેવી છે : શાસ્ત્ર; તેને રચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ; તીર્થ, મંદિર આદિ પવિત્ર લેખાતાં સ્થળે; અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડે; એવા ક્રિયાકાંડે અને ઉપાસનાઓને પિષનાર અને તે ઉપર નભનાર એક વર્ગ. સર્વ ધર્મ પંથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
For Priva
www.jainelibrary.org