Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમના પ્રાણ
દર
લેાકા ઉપરાંત ખીજા લેાકેા પણ પેાતાની આંખ, કાન વગેરે ખાલ ઇંદ્રિયા દ્વારા જાણી શકે છે. પણ સંસ્કૃતિનું આંતરિક સ્વરૂપ એવું નથી હોતું; કારણ કે કાઈ પણ સંસ્કૃતિના આંતરિક સ્વરૂપનું સાક્ષાત્ આકલન તે ફક્ત એને જ થાય છે કે જે એને પેાતાના જીવનમાં ઓતપ્રાત કરી દે છે. બીજા લોકે એને જાણવા ઇચ્છે તે એનું સાક્ષાત્ દર્શાન નથી કરી શકતા. પણ એ આંતરિક સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારનાર પુરુષ કે પુરુષોના જીવન-વ્યવહારા ઉપરથી તેમ જ તેની આસપાસના વાતાવરણુ ઉપર પડતી અસરા ઉપરથી તેઓ કાઈ પણ આંતરિક સંસ્કૃતિને અંદાજ મેળવી શકે છે. અહીં” મારે મુખ્યત્વે જૈન સંસ્કૃતિના એ સ્વરૂપના કે હૃદયને પરિચય આપવા છે કે જે મોટે ભાગે અભ્યાસમાંથી જાગેલી કલ્પના તથા અનુમાન પર જ આધાર રાખે છે.
જૈન સંસ્કૃતિનુ બાહ્ય સ્વરૂપ
જૈન સંસ્કૃતિના બાહ્ય સ્વરૂપમાં, બીજી સંસ્કૃતિઓના બાહ્ય સ્વરૂપની જેમ, અનેક વસ્તુઓને સમાવેશ થાય છે. શાસ્ત્ર, એની ભાષા, મંદિર, એનું સ્થાપત્ય, સ્મૃતિ-વિધાન, ઉપાસનાના પ્રકાર, એમાં કામમાં આવનારાં ઉપકરણો તથા વસ્તુઓ, સમાજના ખાન-પાનના નિયમા, ઉત્સવ, તહેવારે। વગેરે અનેક વિષયાને જૈન સમાજ સાથે એક જાતને અનોખા સંબધ છે; અને પ્રત્યેક વિષય પોતપોતાના આગવા તિહાસ પણ ધરાવે છે. આ બધી બાબતા ખાદ્ય સંસ્કૃતિનાં અંગ છે. પણ્ એવા કેાઈ નિયમ નથી કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ અને એવાં બીજાં અંગ મેાબૂદ હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે એનું હૃદય પણ અવશ્ય હાવું જોઈ એ. બાહ્ય અંગા હયાત હોવા છતાં કયારેક હૃદયના અભાવ હાય છે; અને બાહ્ય અંગાના અભાવમાં પણ સંસ્કૃતિના હૃદયની સંભવના હોય છે. આ દૃષ્ટિને સામે રાખીને વિચાર કરનાર કાઈ પણ વ્યક્તિ એ વાત સારી રીતે સમજી શકશે કે, જૈન સંસ્કૃતિનું હૃદય, જેનું વન હું અહીં કરવાના છું, એને કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org