Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
કમ તત્ત્વ
૧૯૧
જૈન તથા અન્ય દર્શનોની ઈશ્વરના સૃષ્ટિ ત્ય સબંધી માન્યતા
કવાનું માનવું એમ છે કે સુખ-દુઃખ, સપત્તિ-વિપત્તિ, ઊંચનીચ વગેરે અનેક પ્રકારની અવસ્થાએ જોવામાં આવે છે, એમાં કાળ, સ્વભાવ, પુરુષાર્થ વગેરે કારણાની જેમ કર્યાં પણ એક કારણ છે. પરંતુ ક-પ્રધાન જૈન દર્શન, અન્ય દઈનેાની જેમ, ઉપર જણાવી એવી અવસ્થાએના કે સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને નથી માનતું. ખીજા દતા તે સુષ્ટિની કયારેક ઉત્પત્તિ થઈ એમ માને છે; અને તેથી એ દનામાં કાઈ ને કાઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિની સાથે ઈશ્વરના સબંધ જોડી દેવામાં આવ્યેા છે. ન્યાયદર્શન કહે છે કે સારાં-ખરાબ કર્મીનું ફળ ઈશ્વરની પ્રેરણાથી જ મળે છે. વૈશેષિક દÖનમાં ઈશ્વરને સૃષ્ટિને કર્તા માનીને એનું સ્વરૂપ વધ્યું છે. ૨ યાગદનમાં ઈશ્વરને અધિષ્ઠાતા માનીને તે દ્વારા પ્રકૃતિનું પરિણામ–જડ જગતને ફેલાવા માનેલ છે.≈ અને શકરાચાયે પણ પેાતાના બ્રહ્મસૂત્રના ભાષ્યમાં, ઉપનિષદના આધારે, ઠેર ઠેર બ્રહ્મને સૃષ્ટિનું ઉપાદાનકારણુ સિદ્ધ કર્યુ છે.ક
પરંતુ જીવાને ફળ ભાગવાવવા માટે જૈન દર્શન ઈશ્વરને કને પ્રેરક નથી માનતું, કારણ કે કર્મવાદનુ માનવું છે કે જેવી રીતે જીવ ક કરવામાં સ્વતંત્ર છે, એ જ રીતે એના ફળને ભાગવવામાં પણ સ્વતંત્ર છે. એ જ રીતે જૈન દર્શીન ઈશ્વરને સૃષ્ટિના અધિષ્ઠાતા પણ નથી માનતું, કેમ કે એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિઅનંત હોવાથી એ કચારેય ઉત્પન્ન નથી થઈ; તથા એ પોતે જ પરિણમનશીલ હોવાથી એને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા નથી રહેતી.
૧. ગૌતમસૂત્ર અ૦ ૪, આ૦ ૧, ૦ ૧.
૨. પ્રશસ્તપાદ-ભાષ્ય પૃ૦ ૪૮.
૩. સમાધિપાદ સૂ૦ ૨૪નાં ભાષ્ય અને ટીકા,
૪. બ્રહ્મસૂત્ર ૨-૧-૨૬નુ ભાષ્ય; બ્રહ્મસૂત્ર અ॰ ૨-૩-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org