Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
કર્મતત્ત્વ
૧૯૫ થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.' કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રને અંશ છે .
અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ આત્માને લગતા વિષયો સંબંધી વિચાર કરવો, એ છે. તેથી એને આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરતાં પહેલાં એનું વ્યાવહારિક સ્વરૂપ પણ જણાવવું પડે છે. સવાલ એ થાય છે કે આત્માની આ દશ્યમાન અવસ્થાઓ જ એને સ્વભાવ કેમ નથી? એટલા માટે અધ્યાત્મશાસ્ત્રને માટે એ જરૂરી છે કે એ પહેલાં આત્માના દશ્યમાન સ્વરૂપનું સમર્થન કેવી રીતે થાય છે, એ બતાવીને પછી જ આગળ વધે. આ જ કામ કર્મશાસ્ત્ર કર્યું છે. એ આત્માની દશ્યમાન બધી અવસ્થાઓને કર્મજન્ય કહીને એમનાથી આત્માના જુદાપણાને સૂચિત કરે છે. આ દષ્ટિએ કર્મશાસ્ત્ર એ અધ્યાત્મશાસ્ત્રનો જ એક અંશ છે.
જ્યારે એમ માલૂમ પડે છે કે ઉપરનાં બધાં રૂપ માયિક કે વૈભાવિક છે, તો આપોઆપ જિજ્ઞાસા થઈ આવે છે કે આત્માનું સાચું સ્વરૂપ શું છે એ કર્મશાસ્ત્રનું કહેવું છે કે આત્મા એ જ પરમાત્મા છે, જીવ એ જ ઈશ્વર છે. આત્માનું પરમાત્મામાં મળી જવું, એને અર્થ એ છે કે કર્મથી ઢંકાયેલ પિતાના પરમાત્મભાવને પ્રગટ કરીને આત્માનું પરમાત્મરૂપ બની જવું. જીવ પરમાત્માનો અંશ છે એને અર્થ કર્મશાસ્ત્રની દૃષ્ટિએ એ છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા પ્રગટ થયેલી છે તે સંપૂર્ણ પરંતુ અવ્યક્ત (ઢંકાયેલ) ચેતનારૂપી ચંદ્રિકાને એક અંશ માત્ર છે. કર્મનું આવરણ દૂર થઈ જતાં ચેતના પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. એને જ ઈશ્વરપણું કે ઈશ્વરપણુની પ્રાપ્તિ સમજવી જોઈએ.
ધન, શરીર વગેરે બાહ્ય વિભૂતિઓમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત જડમાં જુપણું માની લેવું, એ બાહ્ય દષ્ટિ છે. આ અભેદને શ્રમ, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org