Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમ ના પ્રાણ
૧૯૬
તા બહિરાત્મભાવ છે, એમ સાબિત કરીને એના ત્યાગ કરવાના ઉપદેશ આપવાનું કામ કર્મશાસ્ત્ર કરે છે. જેમના સંસ્કાર કેવળ અહિરાત્મભાવમય થઈ ગયા હાય એમને કશાસ્ત્રના ઉપદેશ ભલે પસંદ ન પડે, પરંતુ એથી એની યથાતામાં કશા જ ફેર નથી પડતા.
ક`શાસ્ત્ર શરીર અને આત્માના અભેદના ભ્રમને દૂર કરીને એના ભેદજ્ઞાનને (વિવેકખ્યાતિને) પ્રગટ કરે છે. એ સમયથી જ અંતર્દષ્ટિ ઊધડે છે. અંતર્દષ્ટિ દ્વારા પેાતામાં રહેલ પરમાત્મભાવનાં દર્શન થાય છે. પરમાત્મભાવને જોઈ તે એને પૂર્ણ રૂપે અનુભવમાં ઉતારવા, એનુ જ નામ જીવનું શિવ (બ્રહ્મ) થયું છે. આ બ્રહ્મભાવને પ્રગટ કરાવ વાનુ કામ, કંઈક જુદી જ ઢમે, કશાસ્ત્ર સ્વીકારી લીધું છે; કારણ કે એ જીવને થયેલ જીવ-જડના અભેદ-શ્રમમાંથી ભેદ-જ્ઞાન તરફ દોરી જઈ તે પછી સ્વાભાવિક અભેદધ્યાનની ઉચ્ચ ભૂમિકા તરફ ખેંચી જાય છે. ખસ, એનુ કાર્યક્ષેત્ર આટલું જ છે. સાથે સાથે ચેાગશાસ્ત્રના મુખ્ય પ્રતિપાદ્ય અંશનુ વર્ણન પણ એમાં મળી જાય છે. તેથી એ સ્પષ્ટ છે કે કશાસ્ત્ર અનેક શાસ્ત્રીય વિચારાની ખાણ છે. એ જ એનું મહત્ત્વ છે. ઘણા માણસાને કમ પ્રકૃતિઓની ગણતરી, સખ્યાની બહુલતા વગેરેને લીધે એના પ્રત્યે રુચિ નથી થતી, પરંતુ એમાં કશાસ્ત્રને શા દોષ? ગણિત, પદાવિજ્ઞાન. વગેરે ગૂઢ અને રસપૂણુ વિષયામાં સ્થૂલદી લોકોની દૃષ્ટિ નથી ભૂપતી અને એમને રસ નથી આવતે, એમાં એ વિષયાના શા દોષ? દોષ તો છે સમજનારાઓની બુદ્ધિને. કાઈ પણ વિષયના અભ્યાસીને એમાં રસ ત્યારે જ આવે છે, જ્યારે એ એના તળિયા સુધી ઊતરી જાય.
કર્મ’ શબ્દનો અર્થ અને એના કેટલાક પર્યાય
જૈન શાસ્ત્રમાં ‘કમ' શબ્દથી એ અથ સમજવામાં આવે છે: પહેલા છે રાગ-દ્વેષાત્મક પરિણામ, જેને કષાય ( ભાવકમ) કહે છે. અને બીજો છે કા જાતિના પુદ્ગલવિશેષ, જે કષાયને લીધે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org