Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 264
________________ બ્રા અને સમ ૨૩૩ છે, અને સટ્ટરવાળે શૂદ્ર એ જન્મબ્રાહ્મણથી પણ ચડિયાત છે. વ્યક્તિમાં સચ્ચરિત્ર અને પ્રજ્ઞા હોય ત્યારે જ તે સાચે બ્રાહ્મણ બને છે. આ થઈ પરમાર્થદષ્ટિ. ગીતામાં ત્રહ્મ પદને અનેકધા ઉલ્લેખ આવે છે. સાથે જ સમ પદ પણ ઉચ્ચ અર્થમાં મળે છે. ઉદિતા સમરિનઃ એ વાક્ય તે બહુ જાણીતું છે. સુત્તનિપાત નામના બૌદ્ધ ગ્રંથમાં એક પરમસુત્ત છે, તેમાં ભારપૂર્વક કહ્યું છે કે બીજા ઊતરતા કે બેટા, અને હું શ્રેષ્ઠ, એ પરમાર્થદષ્ટિ નથી. ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાને જુદાં, પણ તેમનું મિલનસ્થાન એક. આમ છતાં બન્ને મહાનદીઓના પટ જુદા, કિનારાની વસતીઓ જુદી, ભાષા અને આચાર પણ જુદાં. આ જુદાઈમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ મિલનસ્થાનની એકતાને જોઈ નથી શકતા. તેમ છતાં એ એકતા તો સાચી જ છે. એ જ રીતે ભિન્ન ભિન્ન પ્રભવસ્થાનથી ઉદ્ભવેલ વિચારપ્રવાહો ભિન્ન ભિન્ન રીતે પોષાવાને લીધે, એના સ્થળ આવરણમાં રાચતા અનુગામીઓ અને પ્રવાહનું સમીકરણ જોઈ નથી શકતા, પણ એ તથ્ય અબાધિત છે. એને જેનાર પ્રતિભાવાન પુરુષો સમયે સમયે અવતરતા જ રહ્યા છે, અને તે બધી જ પરંપરાઓમાં. સમત્વ એ મુદ્રાલેખ હોવા છતાં જૈન અને બૌદ્ધ જેવી શ્રમણપરંપરાઓમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મવિહાર શબ્દો એટલા બધા પ્રચલિત થયા છે કે તેને એ પરંપરાઓથી છૂટા પાડી શકાય તેમ છે જ નહીં. એ જ રીતે બ્રહ્મ તત્વનો મુદ્રાલેખ ધરાવનાર વર્ગમાં પણ “સમ પદ એવી રીતે એકરસ થયું છે કે તેને બ્રહ્મભાવથી કે બ્રાહ્મી સ્થિતિથી વિખૂટું પાડી શકાય તેમ છે જ નહીં. પ્રાચીન કાળથી જ ચાલી આવતી આ પરમાર્થદષ્ટિ ઉત્તર કાળમાં પણ કાળજીપૂર્વક પિલાતી રહી છે. તેથી જ જન્મે બ્રાહ્મણ પણ સંપ્રદાયે બૌદ્ધ એવા વસુબંધુએ અભિધમકેષમાં સ્પષ્ટ કહ્યું કે આમળ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281