Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 273
________________ ૨૪૨ જૈનધર્મને પ્રાણ અને હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શોધ માટે એમણે તન તેવું, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શોધ જાણવા-સાંભળવા હજારે માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શેધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. જ્ઞાન અને તેનાં સાધનેને મહિમા એ જ્ઞાને મૃત અને આગમ નામ ધારણ કર્યું. એમાં ઉમેરો પણ થયો અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ મૃત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનનો મહિમા વધતે ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થળ સાધનોને પણ મહિમા વધતો ચાલ્યો. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગે. એટલું જ નહિ, પણ એ પિથીપાનાનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણે પણ બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્યકાર્ય, તેટલું જ જ્ઞાનનાં ધૂળ ઉપકરણને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનભંડારેની સ્થાપના અને તેને વિકાસ એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણને વધતો જતે મહિમા અને બીજી બાજુ સંપ્રદાયોની જ્ઞાન વિષેની હરીફાઈઓ–આ બે કારણોને લીધે પહેલાંની એકવારની મેઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281