Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 279
________________ ૨૪૮ જૈનધર્મને પ્રાણ વિચારવાનું છે, અને જાણું છું ત્યાં લગી, સામુદાયિક દૃષ્ટિએ આન્તરિક અવલોકનનું મહત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કોઈ પર્વને બીજા કોઈ વર્ગે આપ્યું નથી. તેથી સમજાય છે કે સામુદાયિક દષ્ટિએ આન્તરિક અવલોકનપૂર્વક પિતાપિતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાથ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરને સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સંઘે સાથે પણ તે આવો જ વ્યવહાર કરે. સંઘોમાં માત્ર ગૃહસ્થો નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષે જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંઘ એટલે માત્ર એક ફિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક જૈન. વળી, જેનેને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી; તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તે તે જેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ સ્વીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પરંપરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણામાં છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન સૂક્ષ્મઅતિ સૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવાવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે પિતે કાંઈ સજ્ઞાન-અજ્ઞાનપણે ભૂલ કરી હોય તે માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દષ્ટિ તે બીજી છે, અને તે એ કે જે માણસ સમ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કોમળ થવા જેટલું તૈયાર હોય તે તેણે સૌથી પહેલાં જેની સાથે પોતાનું અંતર હોય, જેની સાથે કડવાશ ઊભી થઈ હય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્ષમા લઈ–દઈ દિલ ચેખાં કરવાં [દઅચિં૦ ભાગ ૧, પૃ. ૩૫૪-૩૫૬ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281