Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૨૪૬
જૈનધર્મને પ્રાણુ
ધાર્મિક વાતાવરણુ, અષાડ મહિનાનાં વાદળની પેઠે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં નીચેની બાબતો સર્વત્ર નજરે પડે છે: (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભોગો ઉપર ઓછાવત્ત અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ. (૪) તારવી અને ત્યાગીઓની તેમ જ સાધમિકેની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૪) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના.
શ્વેતાંબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસો માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણું કહેવામાં આવે છે, તથા એને સમય પણ શ્વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરોના પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરોની દશલક્ષણ શરૂ થાય છે.
[ અચિં- ભા. ૧, પૃ4 ૩૩૫-૩૩૭] આ અઠવાડિયામાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરે અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કઠેર સાધના દ્વારા જે સત્ય અનુભવ્યાં હતાં અને તેમણે પોતે જ જે સત્યને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લોકે એ પ્રમાણે જીવન ધડે એ હેતુથી જે સત્યનો સમર્થ પ્રચાર કર્યો હતો, તે સત્ય સંક્ષેપમાં ત્રણ છેઃ
(૧) બીજાના દુઃખને પિતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડ, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાનાં હિંસક ત પ્રવેશ ન પામે. (૨) પિતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભેગ આપ, જેથી પરિગ્રહ બંધન મટી લેકે પકારમાં પરિણમે. (૩) સતત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281