Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
ચાર સંસ્થાઓ
૨૩૭ કઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણને અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. ભિક્ષુણીસંઘ અને તેની બૌદ્ધસંઘ ઉપર અસર
' આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમિયાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હેવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરો થયો કે કેટલે ઘટાડે થયો તેની ચોક્કસ વિગત આપણી પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ. સુધી તે એ સંસ્થામાં ઘટાડે નહોતા જ થયે, કદાચ વધારો થયો હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમને પહેલાંય ભિક્ષુણુઓ જૈન સાધુસંધમાં હતી અને બીજ પરિવ્રાજક પંથમાં પણ હતી, છતાં પણ એટલું તે ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંઘમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપે અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન આપવું પડયું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે. સાધુનું દયેય : જીવનશુદ્ધિ
- સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયનો ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળે, તેના વિક્ષેપ અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પિતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પોતાનું જીવન અંતર્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org