Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 266
________________ ૧૭ ચાર સંસ્થાઓ [૧] સંઘસંસ્થા : ચતુર્વિધ સંઘ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દૃષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડ્યા. મુખ્ય બે વર્ગ : એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુજ્ય બને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગનો ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષ બને આવે, અને તે શ્રાવકશ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા–અથવા બ્રાહ્મણપંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરીએ તે ચતુર્વિધ વર્ણન વ્યવસ્થા–શરૂ થઈ. સાધુસંધની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમો. એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંધ ઉપર શ્રાવકસંઘનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિવિર્વાદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તે મતભેદ હોય અથવા તે સારા કાર્યમાં પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંઘે પિતે જાતે જ શ્રાવકસંધનો અંકુશ પિતાની ઈચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણી રીતે જુદું હેવા છતાં તે સાધુસંધને અંકુશ સ્વીકારતો જ આવ્યો છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281