Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 265
________________ જૈનધર્મના પ્રાણ ૨૩૪ અમો માર્ગ: ત્રાસબ્યમેવ તત્ । એના જ્યેષ્ઠ બધુ અસગે પણ એવી મતલબની સુચના કચાંક કરી છે. પરમાદષ્ટિની આ પર’પરા સાંપ્રદાયિક ગણાય એવા નરસિંહ મહેતામાં વ્યક્ત થઈ છે. આખા વિશ્વમાં એક તત્ત્વરૂપે એમણે હરિનું કીર્તન કર્યું અને પછી એ હરિના ભક્ત વૈષ્ણવજનના એક લક્ષણરૂપે ‘સમષ્ટિ ને તૃષ્ણાત્યાગી' એમ પણ કહ્યું. એ જ રીતે સાંપ્રદાયિક મનાતા ઉપાધ્યાય યજ્ઞાવિજયજીએ પણ કહ્યું કે સમત્વ પ્રાપ્ત કરવું એ જ બ્રહ્મપદની પ્રાપ્તિ છે. છેલ્લે આ પરમાર્થ અને વ્યવહારદષ્ટિને ભેદ, તેમ જ પરમાંદૃષ્ટિની યથાતા ડૉ. એ. બી. ધ્રુવે પણ દર્શાવી છે. એક બ્રાહ્મણીના હાથનુ ભાજન તેમણે ન સ્વીકાર્યું. ત્યારે તેમણે કહ્યું કે આ તો મારા એક કુટુંબગત નાગર સંસ્કાર છે, એનું વાસ્તવિકત્વ હું તસિદ્ધ માનતા જ નથી; માત્ર સંસ્કારને અનુસરુ' છું, એટલું જ. ખરી દૃષ્ટિ એમણે ખીજે સ્થળે નિર્દેશી છે. જૈન આગમ સૂત્રકૃતાંગની પ્રસ્તાવના લખતાં તેમણે કહ્યું છે: “ જૈન ( શ્રમણ ) થયા વિના ‘બ્રાહ્મણ ’ થવાતું નથી, અને ‘ બ્રાહ્મણ ' થયા વિના ‘ જૈન ” થવાતું નથી. તાત્પર્ય કે જૈન ધર્મનું તત્ત્વ દન્દ્રિયાને અને મનેવૃત્તિઓને જીતવામાં છે, અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે.’’ ' ' 2 આટલા સંક્ષેપ ઉપરથી આપણે એટલું પામી શકીએ છીએ કે બુદ્ધિ છેવટે એક જ સત્યમાં વિરમે છે અને સાથે એ પણ સમજી શકીએ છીએ કે વ્યવહારના ગમે તેટલા ભેદ અને વિરાધા અસ્તિત્વમાં હોય છતાં પરમાદિષ્ટ કદી લાપાતી નથી. Jain Education International [ ગુજરાતી સાહિત્ય પરિષદના સને ૧૯૫૯ના એકટખરમાં. અમદાવાદમાં ભરાયેલ અધિવેશનના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપેલ ભાષણમાંથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281