Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
અનેકાંતવાદ
૨૦૭
જ્યવાદનો અર્થ છે પૃથક્કરણ કરીને સત્ય-અસત્યનુ નિરૂપણ કરવું અને સત્યાને ચેાગ્ય સમન્વય કરવેશ. વિભજ્યવાદનું જ બીજું નામ અનેકાંત છે, કારણ કે વિભન્યવાદમાં એકાંત દૃષ્ટિબિંદુનો ત્યાગ હાય છે. ઔદ પરપરામાં ‘વિભજ્યવાદ’ને સ્થાને ‘ મધ્યમમાર્ગ' શબ્દ વધારે રૂઢ છે. અતા( છેડાઓ)ના ત્યાગ કરવા છતાં અનેકાંતના અવલંબનમાં જુદા જુદા વિચારકાનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ હોઈ શકે છે. તેથી જ આપણે ન્યાય, સાંખ્યયેાગ અને મીમાંસક જેવાં દર્શનામાં પણ વિભજ્યવાદ તથા અનેકાંત શબ્દના ઉપયાગથી નિરૂપણ થયેલુ જોઈ એ છીએ. અક્ષપાદકૃત ન્યાયસૂત્રના પ્રસિદ્ધ ભાષ્યકાર વાત્સ્યાયને ૨-૧-૧૫, ૧૬ ના ભાષ્યમાં જે નિરૂપણ કર્યુ છે તે અનેકાંતનુ સ્પષ્ટ દ્યોતક છે; અને ‘ ચચાશનં વિમાપવચન ' એમ કહીને તેા એમણે વિભજ્યવાદના જ પાયેા પાડયો છે. આપણે સાંખ્યદર્શનની તત્ત્વચિંતનની સમગ્ર પ્રક્રિયાને ધ્યાનપૂર્વક જોઈશું તે જણાશે કે એનું નિરૂપણ અનેકાંતષ્ટિથી કરવામાં આવ્યું છે. યાગદર્શનના ૩-૧૩ સૂત્રના ભાષ્ય તથા તત્ત્વવૈશારદી વિવરણને ધ્યાનપૂર્વક વાંચનાર, સાંખ્યયેાગ દર્શનની અનેકાંતદૃષ્ટિને બરાબર સમજી શકે છે. કુમારિલે પણ શ્લેાકવાતિ કમાં તેમ જ બીજે પોતાની તત્ત્વવ્યવસ્થામાં અનેકાંતદૃષ્ટિના ઉપપ્યાગ કર્યો છે. માત્ર ઉપનિષદોને જ આધાર લઈ તે કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્દાદ્વૈત વગેરે અનેક વાદ સ્થાપિત થયા છે, તે ખરી રીતે અનેકાંતવિચારસરણીના જુદા જુદા પ્રકાર છે. તત્ત્વચિંતનની વાત બાજુએ મૂકી આપણે માનવાથાના જુદા જુદા આચાર-વ્યવહારા ઉપર ધ્યાન આપીશું તે એમાં પણ આપણને અનેકાંતદૃષ્ટિ દેખાશે. ખરી રીતે જીવનનું સ્વરૂપ જ એવું છે કે જે એકાંત દૃષ્ટિમાં પૂરેપૂરુ અભિવ્યક્ત નથી થઈ શકતુ. માનવવ્યવહાર પણ એવા છે કે જે અનેકાંતદૃષ્ટિનું અંતિમ અવલંબન લીધા વગર નભી શકતા નથી.
[દૃઔચિ॰ ખ′૦ ૨, પૃ૦ ૫૦૦-૫૦૧ ]
૧. Àાકવાર્તિક, આત્મવાદ ૨૯, ૩૦ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org