Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 240
________________ અનેકાંતવાદ ૨૦૯ હેય છે. આવી સ્થિતિમાં યથાર્થવાદીપણું હેવા છતાં પણ પિતાનું દર્શન અપૂર્ણ હોવાને લીધે અને એને પ્રગટ કરવાની સામગ્રી પણ અપૂર્ણ હોવાને કારણે સત્યપ્રિય માણસોની સમજણમાં પણ ક્યારેક ક્યારેક ફરક પડી જાય છે, અને સંસ્કારભેદ એમનામાં પરસ્પરમાં સવિશેષ સંઘર્ષ પેદા કરી દે છે. આ રીતે પૂર્ણદ અને અપૂર્ણદર્શી બધાય સત્યવાદીઓ મારફત છેવટે ભેદ અને વિરોધની સામગ્રી આપોઆપ રજૂ થઈ જાય છે અથવા બીજા લોકે એમના નામે આવી સામગ્રી પેદા કરી લે છે. ભગવાન મહાવીરે શેાધેલી અનેકાંતદષ્ટિ અને એની શરતો : આવી વસ્તુસ્થિતિ જોઈને ભગવાન મહાવીરે વિચાર્યું કે એવો શેર રસ્તે કાઢી શકાય કે જેથી વસ્તુનું પૂર્ણ કે અપૂર્ણ સત્યદર્શન કરવાવાળાની સાથે અન્યાય ન થાય. બીજાનું દર્શન અપૂર્ણ તેમ જ પિતાના દર્શનનું વિરોધી હોવા છતાં જે એ સત્ય હોય, અને એ જ પ્રમાણે પિતાનું દર્શન અપૂર્ણ તેમ જ બીજાના દર્શનનું વિરોધી હેય, છતાં જે એ સત્ય હોય તે એ બન્નેને ન્યાય મળે એને પણ શો ઇલાજ છે ? –આવી જ ચિંતનપ્રધાન તપસ્યાએ ભગવાન મહાવીરને અનેકાંતદષ્ટિ સુઝાડી, અને એમને સત્યની શોધનો સંકલ્પ સફળ થયું. એમણે પિતાને સાંપડેલી એ અનેકાંતદષ્ટિની ચાવીથી વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક સમસ્યાઓના તાળાને ઉઘાડી નાખ્યું અને સમાધાન મેળવ્યું, ત્યારે એમણે જીવનમાં ઉપયોગી વિચાર અને આચારનું ઘડતર કરતી વખતે, એ અનેકાંતદષ્ટિને, નીચે પ્રમાણેની મુખ્ય શરતોથી પ્રકાશિત કરી, અને પોતાના જીવન દ્વારા એનું અનુસરણ કરવાને એ જ શરતેએ ઉપદેશ આપ્યો. એ શરતે આ પ્રમાણે છે – (1) રાગ અને દ્વેષમાંથી પેદા થતા સંસ્કારોને વશ ન થવું, અર્થાત્ તેજસ્વી મધ્યસ્થભાવ ધારણ કરે. (૨) જ્યાં લગી મધ્યસ્થભાવને પૂર્ણ વિકાસ ન થાય ત્યાં લગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281