Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 250
________________ નયવાદ ૨૧૯ શક્તિ પણ ધરાવે છે. ચેતનને સંકોચ-વિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની અપેક્ષાએ હોવાથી એ વ્યવહારદષ્ટિથી સિદ્ધ છે. અચેતન. પુદ્ગલનું પરમાણુરૂપત્ય કે એકપ્રદેશાવગાધત્વ, એ નિશ્ચયદષ્ટિનો વિષય છે; જ્યારે એનું સ્કંધરૂપે પરિણમવું અથવા પોતાના ક્ષેત્રમાં બીજા અનન્ત પરમાણુ અને સ્કંધોને અવકાશ આપો એ વ્યવહારદૃષ્ટિનું નિરૂપણ છે. આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદષ્ટિ પરંતુ આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિનું નિરૂપણ જુદી રીતે થાય છે. જેના દર્શન મોક્ષને પરમ પુરુષાર્થ માનીને એ દષ્ટિએ જ આચારની ગોઠવણ કરે છે. તેથી જે આચાર સીધેસીધા મોક્ષલક્ષી છે એ જ નિશ્ચય આચાર છે. આ આચારમાં દૃષ્ટિભ્રમ (મિથ્યાદષ્ટિ) અને કાષાયિક વૃત્તિઓના નિમૅલીકરણનો જ સમાવેશ થાય છે. પણું વ્યાવહારિક આચાર આ એકરૂપ નથી. નિશ્ચયદષ્ટિના આ ચારની ભૂમિકામાંથી નિષ્પન્ન થયેલા એવા ભિન્ન ભિન્ન દેશ, કાલ, જાતિ, સ્વભાવ, રુચિ વગેરે પ્રમાણે ક્યારેક ક્યારેક પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ આચારે વ્યાવહારિક આચારકટીમાં ગણાય છે. નિશ્ચયદષ્ટિના આચારની ભૂમિકામાં રહેલ એક જ વ્યક્તિ અનેક પ્રકારના વ્યાવહારિક આચારમાંથી પસાર થાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે આચારલક્ષી નિશ્રયદષ્ટિ કે વ્યવહારદષ્ટિ મુખ્યત્વે મેક્ષની દષ્ટિએ જ વિચાર કરે છે; જ્યારે તવનિરૂપક નિશ્ચય કે વ્યવહારષ્ટિ ફક્ત જગતના સ્વરૂપને અનુલક્ષીને પ્રવૃત્ત થાય છે. ' તવલક્ષી અને આચારલક્ષી નિશ્ચય-વ્યવહારદષ્ટિ વચ્ચે બીજું મહત્વનું અંતર તત્ત્વજ્ઞાન અને આચારલક્ષી આ બને નયો વચ્ચે એક બીજું પણું મહત્વનું અંતર છે, જે ધ્યાન આપવા જેવું છે. નિશ્ચયદષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281