________________
નયવાદ
૨૧૯
શક્તિ પણ ધરાવે છે. ચેતનને સંકોચ-વિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની અપેક્ષાએ હોવાથી એ વ્યવહારદષ્ટિથી સિદ્ધ છે. અચેતન. પુદ્ગલનું પરમાણુરૂપત્ય કે એકપ્રદેશાવગાધત્વ, એ નિશ્ચયદષ્ટિનો વિષય છે; જ્યારે એનું સ્કંધરૂપે પરિણમવું અથવા પોતાના ક્ષેત્રમાં બીજા અનન્ત પરમાણુ અને સ્કંધોને અવકાશ આપો એ વ્યવહારદૃષ્ટિનું નિરૂપણ છે. આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદષ્ટિ
પરંતુ આચારલક્ષી નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિનું નિરૂપણ જુદી રીતે થાય છે. જેના દર્શન મોક્ષને પરમ પુરુષાર્થ માનીને એ દષ્ટિએ જ આચારની ગોઠવણ કરે છે. તેથી જે આચાર સીધેસીધા મોક્ષલક્ષી છે એ જ નિશ્ચય આચાર છે. આ આચારમાં દૃષ્ટિભ્રમ (મિથ્યાદષ્ટિ) અને કાષાયિક વૃત્તિઓના નિમૅલીકરણનો જ સમાવેશ થાય છે. પણું વ્યાવહારિક આચાર આ એકરૂપ નથી. નિશ્ચયદષ્ટિના આ ચારની ભૂમિકામાંથી નિષ્પન્ન થયેલા એવા ભિન્ન ભિન્ન દેશ, કાલ, જાતિ, સ્વભાવ, રુચિ વગેરે પ્રમાણે ક્યારેક ક્યારેક પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ આચારે વ્યાવહારિક આચારકટીમાં ગણાય છે. નિશ્ચયદષ્ટિના આચારની ભૂમિકામાં રહેલ એક જ વ્યક્તિ અનેક પ્રકારના વ્યાવહારિક આચારમાંથી પસાર થાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે આચારલક્ષી નિશ્રયદષ્ટિ કે વ્યવહારદષ્ટિ મુખ્યત્વે મેક્ષની દષ્ટિએ જ વિચાર કરે છે; જ્યારે તવનિરૂપક નિશ્ચય કે વ્યવહારષ્ટિ ફક્ત જગતના સ્વરૂપને અનુલક્ષીને પ્રવૃત્ત થાય છે. '
તવલક્ષી અને આચારલક્ષી નિશ્ચય-વ્યવહારદષ્ટિ વચ્ચે બીજું મહત્વનું અંતર
તત્ત્વજ્ઞાન અને આચારલક્ષી આ બને નયો વચ્ચે એક બીજું પણું મહત્વનું અંતર છે, જે ધ્યાન આપવા જેવું છે. નિશ્ચયદષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org