Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમ ના પ્રાણ
૨૨૦
સંમત તત્ત્વાનું સ્વરૂપ આપણે બધા સામાન્ય જિજ્ઞાસુઓ કયારેય પ્રત્યક્ષ કરી નથી શકતા. જે વ્યક્તિએ તત્ત્વસ્વરૂપના સાક્ષાત્કાર કર્યો હાય એવી કાઈ વ્યક્તિના કથન ઉપર શ્રદ્દા રાખીને જ આપણે એવા સ્વરૂપને માનીએ છીએ. પણ આચારની બાબતમાં એવું નથી. કાઈ પણ જાગરૂક સાધક પોતાની આંતરિક સત્-અસત્ વૃત્તિઓને અને એની તીવ્રતા-મંદતાના તારતમ્યને સીધેસીધાં વિશેષ પ્રત્યક્ષરૂપે જાણી શકે છે; જ્યારે બીજી વ્યક્તિને માટે પહેલી વ્યક્તિની વૃત્તિઓ સથા પરાક્ષ છે. નિશ્ચયદષ્ટિ હેાય કે વ્યવહારદષ્ટિ, તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ તે તે દર્શનના બધાય અનુયાયીઓને માટે એકસરખું હોય છે, તેમ જ એ એકસરખી પરિભાષાથી બંધાયેલુ હોય છે. પણ નિશ્ચયદષ્ટિ અને વ્યવહારદષ્ટિએ આચારનું સ્વરૂપ એવું નથી હેતું. પ્રત્યેક વ્યક્તિને નિશ્ચયદૃષ્ટિના આચાર એને માટે પ્રત્યક્ષ છે. આ અલ્પ વિવેચનથી ફક્ત એટલું જ સૂચિત કરવાનું છે કે નિશ્ચયનય અને વ્યવહારનય, આ એ શબ્દો ભલે સમાન હોય, પણ તત્ત્વજ્ઞાન અને આચારના ક્ષેત્રમાં એ જુદી જુદી દષ્ટિએ લાગુ થાય છે, અને આપણને જુદાં જુદાં પરિણામેા તરફ દોરી જાય છે.
જૈન અને ઉપનિષદના તત્ત્વજ્ઞાનની નિશ્ચયક્તિ વચ્ચે ભેદ
નિશ્ચયદૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપનિષદના તત્ત્વજ્ઞાનથી સાવ જુદી છે. પ્રાચીન મનાતાં બધાં ઉપનિષદ સત્, અસત્, આત્મા, બ્રહ્મ, અવ્યક્ત, આકાશ વગેરે ભિન્ન ભિન્ન નામેાથી જગતના મૂળનું નિરૂપણ કરીને કેવળ એક જ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે જગત જડ, ચેતન વગેરે રૂપે ગમે તેવુ નાનારૂપ કેમ ન હેાય, પણ એના મૂળમાં અસલી તત્ત્વ તો કેવળ એક જ છે; જ્યારે જૈન દર્શન જગતના મૂળમાં કાઈ એક તત્ત્વને સ્વીકાર નથી કરતું; ઊલટુ પરસ્પર વિજાતીય એવાં સ્વતંત્ર એ તત્ત્વાના સ્વીકાર કરીને, એને આધારે વિશ્વની વિવિધતાની વ્યવસ્થા કરે છે. ચાવીસ તત્ત્વ માનનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org