Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૨૩૦
જૈનધર્મને પ્રાણ
ચકારી દર્શનનું સંવેદન ઝીલ્યું, તેણે ઉષાને એક રક્તસ્ત્રા તરુણરૂપે ઉષાસૂક્તમાં ગાઈ. સમુદ્રનાં ઊછળતા તરંગો અને તેફાને વચ્ચે નૌકાયાત્રા કરતાં અડદના જે કવિને સમુદ્રના અધિષ્ઠાયક વરુણનું રક્ષણહાર તરીકે સ્મરણ થઈ આવ્યું, તેણે વરુણસૂક્તમાં એ વરુણદેવને પિતાના સર્વશક્તિમાન રક્ષણહાર લેખે સ્તવ્ય. જેને અગ્નિની જવાળાઓ અને પ્રકાશક શક્તિઓનું રોમાંચક સંવેદન થયું તેણે અગ્નિનાં સૂકો રચ્યાં. જેને ગાઢ અંધકારવાળી રાત્રિનું માંચક સંવેદન થયું તેણે રાત્રિ રચ્યું. એ જ રીતે વાફ, કુંભ, કાળ આદિ સુકતા વિશે કહી શકાય. પ્રકૃતિનાં એ જુદાં જુદાં પાસાં હોય કે તેમાં કોઈ દિવ્ય સો હોય, અગર એ બધાં પાછળ કોઈ એક જ પરમગૂઢ તત્ત્વ હોય, પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાઓ, દશ્યમાન પ્રકૃતિના કોઈ ને કોઈ પ્રતીકને આશ્રીને ઉદ્ભવી છે. આવી જુદાં જુદાં પ્રતીકોને સ્પર્શતી પ્રાર્થનાઓ બ્રહ્મ રૂપે ઓળખાવાતી.
બ્રહ્મના આ પ્રાથમિક અર્થમાંથી ક્રમે ક્રમે અનેક અર્થે ફલિત થયા. જે યજ્ઞોમાં આ સૂક્તોને વિનિયોગ થતો તે પણ બ્રહ્મ કહેવાયા. તેના નિરૂપક ગ્રંથો અને વિધિવિધાન કરનાર પુરોહિતે પણ બ્રહ્મ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહારાયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ વિવિધ પાસાંઓ કે દિવ્ય સ, એ બધાને એક જ તસ્વરૂપે પણ ઓળખાવવામાં આવ્યાં. અને કદના પ્રથમ મંડળમાં જ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, ઇન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે તે તો છેવટે એક જ તત્ત્વ છે અને તે તત્ત્વ એટલે સત્ત. આમ પ્રકૃતિનાં અનેક પ્રતીક છેવટે એક સતરૂપ પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતા અને વિસ્તરતો ગયો. શ્રમણ અને બ્રાહ્મણ વિચારધારાની એક ભૂમિકા
સમભાવના ઉપાસકે મન કે સમગ કહેવાયા. સંસ્કૃતમાં એનું શમન અને એવું રૂપાંતર થયું છે. પણ સમ શબ્દ સંસ્કૃત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org