Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૨૧૪
જૈનધર્મને પ્રાણ
સ્થળ વિચારસરણી કે વ્યવસ્થા ગમે તેવી કેમ ન હોય, પણ એમાં જે સત્યની પારમાર્થિક દૃષ્ટિ ન હોય તે એ નથી જીવી શકતી કે નથી પ્રગતિ સાધી શકતી. “એવંભૂત' નય એ જ પારમાર્થિક દૃષ્ટિનો સૂચક છે, જે તથાગતના “તથા” શબ્દમાં કે પાછળના મહાયાનના ‘તથતા” શબ્દમાં રહેલી છે. જૈન પરંપરામાં પણ “તહત્તિ” શબ્દ એ જ યુગથી અત્યાર સુધી પ્રચલિત છે, જે એટલું જ સૂચિત કરે છે કે અમે સત્ય જેવું છે તેવું જ સ્વીકારીએ છીએ.
[દઔચિં૦ નં. ૧, ૫૦ ૫૦-૬૦ ] અપેક્ષાએ અને અનેકાત
મકાન કઈ એક ખૂણામાં પૂરું નથી થતું; એના અનેક ખૂણા પણ કોઈ એક જ દિશામાં નથી હોતા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વગેરે એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવેલ એક એક ખૂણામાં ઊભા રહીને કરવામાં આવેલું એ મકાનનું અવલોકન પૂર્ણ તે નથી હોતું, પણ એ અયથાર્થ પણ નથી હોતું. જુદા જુદા સંભવિત બધાય ખૂણાઓમાં ઊભા રહીને કરવામાં આવેલાં સંભવિત અવલોકનને સારસમુચ્ચય જ એ મકાનનું પૂર્ણ અવકન છે. દરેક ખૂણામાંથી કરવામાં આવેલું દરેક અવલોકન એ પૂર્ણ અવેલેકનનું અનિવાર્ય અંગ છે. એ જ પ્રમાણે કોઈ એક વસ્તુ કે સમગ્ર વિશ્વનું તાત્વિક ચિંતન-દર્શન પણ અનેક અપેક્ષાઓથી થઈ શકે છે. મનની સહજ રચના, એના ઉપર પડનાર આગંતુક સંસ્કાર અને ચિંત્ય વસ્તુનું સ્વરૂપ વગેરેના સમેલનથી જ અપેક્ષા જન્મે છે. આવી અપેક્ષાઓ અનેક હોય છે, જેનો આશ્રય લઈને વસ્તુનો વિચાર કરવામાં આવે છે. વિચારને આધાર આપવાને કારણે કે વિચારપ્રવાહના ઉદ્ગમને આધાર બનવાને લીધે એ જ અપેક્ષાઓ દૃષ્ટિકોણ કે દષ્ટિબિંદુ પણ કહેવાય છે. સંભવિત બધી અપેક્ષાઓથી—ભલે પછી એ વિરુદ્ધ જ કેમ ન દેખાતી હોય–કરવામાં આવતાં ચિંતન અને દર્શનનો સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org