Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
કર્મતત્ત્વ
થઈ ગયા પછી કાર્ય પિતાની મેળે જ થવા માંડે છે. દાખલા તરીકે, એક માણસ તડકામાં ઊભો છે, ગરમ ગરમ વસ્તુ ખાય છે, અને ઈચ્છે છે કે તરસ ન લાગે; તે શું કઈ રીતે એની તરસ રોકાઈ શકે છે? ઈશ્વરકર્તવવાદીઓનું કહેવું છે કે ઈશ્વરની ઈચ્છાથી પ્રેરણા પામીને કર્મ પિતાપિતાનું ફળ પ્રાણુઓમાં પ્રગટાવે છે. આ વિષે કર્મવાદીઓ કહે છે કે કર્મ કરતી વખતે, એના આત્માના પરિણામ પ્રમાણે જીવમાં એવા સંસ્કાર રોપાઈ જાય છે કે જેથી પ્રેરાઈને કર્તા–જીવ કર્મના ફળને આપમેળે જ ભોગવે છે; અને કર્મ એના ઉપર પિતાનું ફળ પોતે જ પ્રગટાવે છે. જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ-અભેદ
ઈશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન; તે પછી એમની વચ્ચે અંતર જ શું છે? હા, એટલું અંતર હોઈ શકે કે જીવની બધી શક્તિઓ આવરણથી ઘેરાયેલી છે, અને ઈશ્વરની ઘેરાયેલી નથી. પણ જ્યારે જીવ પિતાનાં આવરણને દૂર કરી નાખે છે, ત્યારે એની બધી શક્તિઓ પૂર્ણરૂપે પ્રકાશી ઊઠે છે. પછી જીવ અને ઈશ્વર વચ્ચે વિષમતા કેવી? વિષમતાનું કારણ જે ઔપાધિક કર્મ છે, એ દૂર થઈ જવા છતાં પણ જે વિષમતા ચાલુ રહે તે પછી મુક્તિનો જ છે અર્થ ? વિષમતાનું રાજ્ય સંસાર સુધી જ મર્યાદિત છે, આગળ નહીં. તેથી કર્મવાદ મુજબ એમ માનવામાં કોઈ વાંધો નથી કે બધાય મુક્ત જીવ ઈશ્વર જ છે; કેવળ શ્રદ્ધાને આધારે એમ કહેવું કે ઈશ્વર એક જ હોવો જોઈએ, એ બરાબર નથી. પિતાના વિદતનું કારણ જીવ પોતે જ
[ આ લેક કે પરલોક સાથે સંબંધ ધરાવતા કોઈ કામ માટે જ્યારે મનુષ્ય પ્રવૃત્તિ કરે ત્યારે એ તે સંભવતું જ નથી કે એને કોઈ પણ જાતના વિદ્ધનો સામનો કરવો ન પડે. મનુષ્યને એટલે વિશ્વાસ હો જ જોઈએ કે ભલે હું જાણું શકું કે ન જાણું શકું, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org