Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
ખવામાં આવી
આવ્યું વગેરે
દે
જૈન સંસ્કૃતિનું હૃદય જૈન પરંપરામાં અણુવ્રતની રચના કરીને ધીમે ધીમે નિવૃત્તિ તરફ આગળ વધવાનો માર્ગ પણ રાખવામાં આવ્યો છે. આવા ગૃહસ્થને માટે હિંસા વગેરે દેષોથી અમુક અંશે બચવાનું વિધાન કરવામાં આવ્યું છે, એનો અર્થ એ જ છે કે પહેલાં ગૃહસ્થ દેષોથી બચવાને અભ્યાસ કરે. પણ સાથે જ સાથે એના માટે એ આદેશ પણ છે કે જે જે દોષને એ દૂર કરે છે તે દોષના વિરોધી સદ્ગણોને જીવનમાં સ્થાન આપતે જાય. હિંસાને દૂર કરવી હોય તે જીવનમાં પ્રેમ અને આત્મૌપશ્યના સદ્ગુણોને પ્રગટ કરવા જોઈએ. સત્ય બોલ્યા વગર અને સત્ય બોલવાનું બળ મેળવ્યા વગર અસત્યથી નિવૃત્તિ કેવી રીતે થશે? પરિગ્રહ અને લેભથી બચવું હોય તે સંતોષ અને ત્યાગ જેવી ગુણપષક પ્રવૃત્તિઓમાં પોતાની જાતને ખપાવી દેવી જ પડશે. સંસ્કૃતિને સંકેત
સંસ્કૃતિમાત્રને સંકેત લાભ અને મહિને ઘટાડવા તથા નિમૂળ કરવા તરફ છે; નહીં કે પ્રવૃત્તિને નિર્મૂળ કરવા તરફ. જે પ્રવૃત્તિ આસક્તિ વગર ન જ થઈ શકે એવી હોય એ જ ત્યાજ્ય છે; દા. ત., કામાચાર અને વ્યક્તિગત પરિગ્રહ વગેરે. જે પ્રવૃત્તિઓ સમાજનાં ધારણ, પોષણ અને એનો વિકાસ કરનારી છે તે આસક્તિપૂર્વક તેમ જ આસક્તિ વગર પણ થઈ શકે છે. એટલા માટે સંસ્કૃતિ કેવળ આસક્તિના ત્યાગ તરફ જ સંકેત કરે છે.
[દઔચિંગ ખ૦ ૨, પૃ૦ ૧૩૨-૧૪૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org