Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જેનધર્મને પ્રાણ સાધનરૂપે ધર્મનું પ્રતિપાદન કરાવવાળે હેવાથી, એ ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ જ પુરુષાર્થોને માનતા હત; એની દૃષ્ટિમાં મેક્ષનું જુદા પુરુષાર્થરૂપે કોઈ સ્થાન ન હતું. જ્યાં જ્યાં પ્રવર્તક ધર્મને ઉલ્લેખ મળે છે, એ બધા આ ત્રણ–પુરુષાર્થવાદી પક્ષના મંતવ્યના જ સૂચક છે. ટૂંકમાં, એ પક્ષનું મંતવ્ય એવું છે કે ધર્મ એટલે કે શુભ કર્મનું ફળ સ્વર્ગ અને અધર્મ એટલે અશુભ કર્મનું ફળ નરક વગેરે છે. ધર્મઅધમ જ પુણ્ય-પાપ તથા અદષ્ટ કહેવાય છે, અને એની મારફત જ જન્મ-જન્માંતરનું ચક્ર ચાલ્યા કરે છે, અને એનો ઉચ્છેદ થવો શક્ય નથી. શક્ય એટલું જ છે કે જે સારો લેક અને વધારે સુખ મેળવવા હેય તે ધર્મનું જ પાલન કરવું. આ મત પ્રમાણે અધમ કે પાપ તે હેય છે, પણ ધર્મ કે પુણ્ય હેય નથી. આ પક્ષ સામાજિક વ્યવસ્થાનો સમર્થક હતો, તેથી જ એ સમાજમાં માન્ય એવાં શિષ્ટ તેમ. જ વિહિત આચરણોથી ધર્મની ઉત્પત્તિ થવાનું અને નિંદ્ય-હલકાં. આચરણેથી અધર્મની ઉત્પત્તિ થવાનું જણાવીને દરેક પ્રકારની સામાજિક સુવ્યવસ્થા તરફ ધ્યાન આપતા હતા. એ જ પક્ષ બ્રાહ્મણમાર્ગ, મીમાંસક અને કર્મકાંડીને નામે પ્રસિદ્ધ થયો. એક્ષપુરુષાર્થી નિવર્તિધર્મવાદી પક્ષ
કર્મવાદીઓને બીજો પક્ષ ઉપર જણાવેલ પક્ષથી સાવ વિરુદ્ધ દષ્ટિ ધરાવતો હતો. એ માનતો હતો કે પુનર્જન્મનું કારણ કર્મ છે, એમાં શંકા નથી. શિષ્ટસંમત તેમ જ વિહિત કાર્યોનું આચરણ કરવાથી ધર્મ થાય છે, અને એથી સ્વર્ગ પણ મળે છે. પણ એ ધર્મ પણ, અધર્મની જેમ જ, સર્વથા હેય છે. એની માન્યતા પ્રમાણે એક ચેથ સ્વતંત્ર પુરુષાર્થ પણ છે, જે મેક્ષ કહેવાય છે. એનું કહેવું છે. કે કેવળ મેક્ષ જ જીવનનું ધ્યેય છે, અને મોક્ષને માટે બધાંય કર્મ– ભલે પછી એ પુણ્યરૂપ હોય કે પાપરૂપ—હેય છે. કર્મને નાશ શક્ય નથી, એવું પણ નથી. પ્રયત્નથી એ પણ થઈ શકે છે. જ્યાં જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org