Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમ ના પ્રાણ
૧૮૯
આખતમાં તા ઊહાપોહ કરવા જ પાડ્યો, પણ સાથે સાથે એમને કર્મતત્ત્વ સંબધી પણ ધણા વિચાર કરવા પડયો. એમણે કમ તથા એના ભેદોની પરિભાષા તેમ જ વ્યાખ્યાઓ સ્થિર કરી; કાર્યાં અને કારણની દૃષ્ટિએ કતત્ત્વનું જુદી જુદી રીતે વર્ગીકરણ કર્યું; કર્મની ફળ આપવાની શક્તિઓનું વિવેચન કર્યું; જુદા જુદા વિપાકાની સમયમર્યાદા વિચારી; કર્મોના અરસપરસના સંબંધને પણ વિચાર કર્યાં. આ રીતે નિવ કધમ વાદીઓનુ કમ તત્ત્વ સંબધી એક ખાસું શાસ્ત્ર વ્યવસ્થિત થઈ ગયું, અને દિવસે દિવસે નવા નવા પ્રશ્નો અને એના ઉત્તરાને લીધે એને વધુ ને વધુ વિકાસ પણ થતા રહ્યો. આ નિવ કધમ વાદી જુદા જુદા પક્ષા પેાતાની અનુકૂળતા મુજબ જુદા જુદા વિચારા ધરાવતા હતા, પણ જ્યાં સુધી એ બધાનું એક સંયુક્ત ધ્યેય પ્રવકધમ વાદનું ખંડન કરવાનું હતું ત્યાં સુધી એમનામાં વિચારવિનિમય પણ થતો રહ્યો અને એકવાકયતા પણ ચાલુ રહી. આ કારણથી જ, જોકે ન્યાય-વૈશેષિક, સાંખ્યયેાગ, જૈન અને બૌદ્ધ દર્શીતાનું અત્યારે ઉપલબ્ધ થતું સાહિત્ય માટે ભાગે તેા એવા સમયમાં રચાયું હતું કે જ્યારે આ દનાને એકબીજા પ્રત્યે સદ્ભાવ સારા પ્રમાણમાં ધરી ગયા હતા છતાં પણ, એ દનાના કવિષયક સાહિત્યમાં પરિભાષા, ભાવ, વર્ગીકરણ વગેરેમાં શબ્દની તેમ જ અર્થની દૃષ્ટિએ ઘણુંખરું સામ્ય જોવામાં આવે છે.
મેક્ષવાદીઓની સામે શરૂઆતથી જ એક મુશ્કેલ સવાલ એ હતા કે, એક તા પહેલાં બાંધેલાં કર્મો જ અન`ત છે; વળી, ક્રમે ક્રમે એનું ફળ ભાગવતી વખતે દરેક ક્ષણે નવાં નવાં કર્યાં પણ બંધાય છે; તે પછી આ સમસ્ત કર્મીના સર્વથા નાશ કેવી રીતે થઈ શકે?
આ સવાલને ઉકેલ પણ મેાક્ષવાદીઓએ ભારે ખૂખીથી શોધી કાઢયો હતા. અત્યારે એ નિવૃત્તિવાદી દનાના સાહિત્યમાં એ ઉકેલનું સંક્ષિપ્ત તેમ જ વિસ્તૃત એકસરખુ વન આપણને જોવા મળે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org