Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૭૪
જૈનધર્મને પ્રાણુ ફળના ભક્તા તેમ જ દેહધારી હોય તે જીવ છે.
પ્રશ્ન : આ બે લક્ષણો વચ્ચે સ્પષ્ટ તફાવત શો ?
ઉત્તર : પહેલું લક્ષણ સ્વભાવને સ્પર્શે છે, તેથી એને નિશ્ચયનયની અપેક્ષાએ, તેમ જ પૂર્ણ અને સ્થાયી સમજવું જોઈએ. બીજું લક્ષણ વિભાવને સ્પર્શનારું છે, તેથી એને વ્યવહારનયની અપેક્ષાએ તેમ જ અપૂર્ણ અને અસ્થાયી સમજવું જોઈએ. સારાંશ એ કે પહેલું લક્ષણ નિશ્ચયદષ્ટિ પ્રમાણે છે, તેથી એ ત્રણે કાળમાં લાગુ પડે એવું છે; અને બીજું લક્ષણ વ્યવહારદષ્ટિ મુજબ છે તેથી એ ત્રણે કાળમાં લાગુ પડે એવું નથી; અર્થાત્ એ સંસારી જીને લાગુ પડે છે અને મોક્ષના ને લાગું નથી પડતું.
પ્રશ્ન : ઉપર મુજબ બે દૃષ્ટિને આધારે જૈન દર્શનમાં જેમ જીવનાં બે જાતનાં લક્ષણ કરવામાં આવ્યાં છે એવાં જ બે લક્ષણ શું જૈનેતર દર્શનોમાં પણ છે ?
ઉત્તર : સાંખ્ય, ગ, વેદાંત વગેરે દર્શનોમાં આત્માને ચેતનરૂપ કે સચ્ચિદાનંદરૂપ કહેલ છે તે નિશ્ચયનયની દષ્ટિએ; અને ન્યાય, વૈશેષિક વગેરે દર્શનમાં સુખ, દુઃખ, ઈચ્છા, દેષ વગેરે આત્માનાં લક્ષણે કહ્યાં છે તે વ્યવહારનયની દૃષ્ટિએ.
પ્રશ્ન : “જીવ ” અને “આત્મા” એ બને શબ્દોને અર્થ
ઉત્તર : હા. જૈન શાસ્ત્રમાં તો સંસારી અને અસંસારી બધાય ચેતનેને માટે “જીવ” અને “આત્મા ”, એ બન્ને શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ વેદાંત વગેરે દર્શનમાં “જીવને અર્થ સંસારી અવસ્થાનો જ ચેતન થાય છે, મુક્ત ચેતન નહીં. અને બન્ને માટે સામાન્ય શબ્દ “આત્મા” છે. જીવના રવરૂપનું અનિર્વચનીયપણું
પ્રશ્ન : આપે તે જીવનું સ્વરૂપ વર્ણવ્યું, પણ કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org