Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જીવ અને પચ પરમેષ્ઠી
૧૮૧ રાગ-દ્વેષના વિકલ્પોનો નાશ થઈ જવાથી ચિત્તની એટલી બધી સ્થિરતા થઈ જાય છે કે જેમાં આત્મા પેાતાની જાતને જ ઉપાસ્ય માને છે, અને કેવળ પેાતાના રૂપનુ જ ધ્યાન કરે છે; એ છે અદ્વૈત-નમસ્કાર. આ એ નમસ્કારામાં અદ્વૈત-નમસ્કાર શ્રેષ્ઠ છે, કારણ કે દ્વૈત-નમસ્કાર તુ અદ્વૈત-નમસ્કારનું માત્ર સાધન છે.
પ્રશ્ન ઃ માનવીના અંતરંગ ભાવ-ભક્તિના કેટલા ભેદ છે ?
ઉત્તર : એ ભેદ : એક સિદ્ધ-ભક્તિ અને ખીજી ચેાગી-ભક્તિ. સિદ્ધોના અનંત ગુણાની ભાવના ભાવવી એ સિદ્-ભક્તિ છે; અને ચેગીઓ ( મુનિઓ ) ના ગુણાની ભાવના ભાવવી એ યાગી-ભક્તિ છે. પ્રશ્ન : અરિહંતને પહેલાં અને સિદ્ધ વગેરેને પછી નમસ્કાર કરવાનું કારણ શું છે?
ઉત્તર : વસ્તુનું પ્રતિપાદન કરવાના એ ક્રમ હાય છે. એક પૂર્વાનુપૂર્વી અને બીજો પદ્માનુપૂર્વી, મેટાની પછી નાનાનું કથન એ પૂર્વાનુપૂર્વી છે; અને નાના પછી મોટાનુ કથન, એ પદ્માનુપૂર્વી છે. પાંચે પરમેષ્ઠીઓમાં સિદ્ધ સૌથી મોટા છે, અને સાધુ સૌથી નાના છે, કારણ કે સિદ્ધઅવસ્થા ચૈતન્યશક્તિના વિકાસની ચરમ સીમા છે; અને સાધુઅવસ્થા એની સાધના કરવાની પહેલી ભૂમિકા. એટલા માટે અહીં પૂર્વાનુપૂર્વી ક્રમથી નમસ્કાર કરવામાં આવ્યા છે. જોકે કર્મીક્ષયની દૃષ્ટિએ સિદ્દો અરિહંત કરતાં શ્રેષ્ઠ છે, છતાં પણુ કૃતકૃત્યતાની દૃષ્ટિએ બન્ને સરખા જ છે; અને વ્યવહારની દૃષ્ટિએ તે અરિહંત સિદ્ધ કરતા શ્રેષ્ઠ છે, કારણ કે સિદ્ધોના પરાક્ષ સ્વરૂપને બતાવવાવાળા તે અરિહત જ છે. એટલા માટે વ્યવહારદષ્ટિએ અરિહ ંતને શ્રેષ્ઠ માનીને એમને પહેલાં નમસ્કાર કરવામાં આવ્યું છે.
[ઔચિ॰ ખં॰ ૨, પૃ. ૧૨૨-૫૩૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org