Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
vvvvvvvv
જીવ અને પંચ પરમેષ્ઠી
૧૭૫ વિદ્વાનોનું કહેવું છે કે આત્માનું સ્વરૂપ અનિર્વચનીય અર્થાત શબદથી વર્ણવી ન શકાય એવું છે. તો આમાં સાચું શું છે?
ઉત્તર : એમનું કહેવું પણ સાચું છે, કારણ કે શબ્દો મારફત તે મર્યાદિત ભાવ જ વ્યક્ત કરી શકાય છે. જે જીવનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણપણે જાણવું હોય તે એ, અમર્યાદિત હોવાને કારણે, શબ્દથી કઈ રીતે દર્શાવી શકાય નહીં. એટલા માટે, આ અપેક્ષાએ, જીવનું સ્વરૂપ અનિર્વચનીય છે. આ વાત જેમ બીજાં દર્શનમાં નિર્વિકલ્પ” શબ્દથી કે નેતિ” શબ્દથી કહેવામાં આવી છે, એ જ રીતે જૈન દર્શનમાં “સરા તત્ય નિયતંતે, તથા તત્ય ન વિજ્ઞ?” (આચારાંગસૂત્ર ૫-૬)–એટલે કે ત્યાંથી શબ્દો પાછા ફરે છે અને તો એમાં થઈ શકતા નથી—વગેરે કહેવામાં આવ્યું છે. આ અનિવચનીયપણાનું કથન પરમ નિશ્ચયનય કે પરમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ સમજવું જોઈએ. અમૂર્તત્વને જીવ કે ચેતનાનું લક્ષણ કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની દષ્ટિએ કે શુદ્ધ પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ. જીવ સ્વયંસિદ્ધ છે કે ભૌતિક મિશ્રણેનું પરિણામ?
પ્રશ્ન : એવું સાંભળવામાં અને વાંચવામાં આવ્યું છે કે જીવ એક રાસાયનિક વસ્તુ છે, અર્થાત ભૌતિક મિશ્રણોનું પરિણામ છે, એ કોઈ સ્વયંસિદ્ધ વસ્તુ નથી. એ ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણ પામે છે. આમાં સાચું શું ?
ઉત્તર : આ કથન બ્રાંતિજન્ય છે, કારણ કે જ્ઞાન, સુખ, દુઃખ, હર્ષ, શોક વગેરે જે વૃત્તિઓ મનની સાથે સંબંધ ધરાવે છે તે સ્થૂળ કે સૂક્ષ્મ ભૌતિક વસ્તુઓના આલંબનથી થાય છે, ભૌતિક વસ્તુઓ એ વૃત્તિઓને પેદા કરવામાં કેવળ સાધન એટલે કે નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નહીં. એનું ઉપાદાનકારણ તો જુદું જ છે, અને તે છે આત્મતત્વ. તેથી ભૌતિક વસ્તુઓને આવી વૃત્તિઓનું ઉપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org