Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
અહિંસા
૧૧૩
ફિરકાએની વિચારસરણી, પરભાષા અને લીલા એકસરખી છે. વૈદિક હિંસાને વિરોધ
વૈદિક પરંપરામાં યજ્ઞ, અતિથિ, શ્રાદ્ધ વગેરે અનેક નિમિત્તોથી કરવામાં આવતી જે હિંસાને ધાર્મિક ગણીને પ્રતિષ્ઠિત લેખવામાં આવે છે, એને સાંખ્ય, બૌદ્ધ અને જૈન પર પરાઓએ એકસરખા વિરાધ કર્યો છે; આમ છતાં, આગળ જતાં, આ વિરાધમાં મુખ્ય ભાગ ઔદ્ધ અને જૈન પરપરાના જ ચાલુ રહ્યો છે. જૈન વાડ્મયમાંના અહિંસાને લગતા ઊહાપાહમાં આ વિરાધની ઘેરી છાપ અને પ્રતિક્રિયા પણ દેખાય છે. જૈન સાહિત્યમાં ડગલે ને પગલે વૈદિક હિંસાનું ખંડન જોવામાં આવે છે. આની સાથે જ વૈદિક લેાકેા નાની સામે એ આશંકા રજૂ કરે છે કે જો ધાર્મિક હિંસા પણ અકતવ્ય છે, તે તમે જેને પોતાની સમાજરચનામાં મંદિર ચણાવવું, દેવપૂજા કરવી વગેરે ધાર્મિક કાર્યોને સમાવેશ અહિંસારૂપે કેવી રીતે કરી શકશે, વગેરે વગેરે. આ શંકાનું સમાધાન પણ જૈન સાહિત્યમાં અહિંસા સંબંધી ઊહાપેાહમાં વિસ્તારથી મળી આવે છે.
જેને અને ખોદ્ધો વચ્ચેના વિરાધનું કારણુ
પ્રમાદ–માનસિક દોષ-જ મુખ્યત્વે હિંસા છે અને એ દોષમાંથી જન્મેલ જ પ્રાણ-નાશા હિંસા છે. આ વિચાર જૈન અને બૌદ્ધ પરપરાને એકસરખા માન્ય છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે, પ્રાચીન સમયથી જૈન અને બૌદ્ધ પર પરાની વચ્ચે અહિંસા સબધી પારસ્પરિક ખંડનમંડન ઘણું થયું છે. સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન આગમમાં પણ અહિંસા સબધી બૌદ્ધ મંતવ્યનું ખંડન છે. એ જ રીતે મજિઝમનિકાય જેવા પિટક ગ્રંથમાં પણ જૈનસ`મત અહિ ંસાનું ઉપહાસયુક્ત ખંડન મળી આવે છે. ઉત્તરવી પછી રચાયેલા-નિયુક્ત વગેરે જૈન ગ્રંથામાં તથા અભિધમ કાષ વગેરે બૌદ્ધ ગ્રંથામાં પણ એ જ જૂનું ખંડનમંડન નવા રૂપમાં જોવામાં આવે છે. જ્યારે જૈન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org