Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
૧૪૨
જૈનધર્મને પ્રાણ
તપનો પક્ષ નથી લીધો; બકે જ્યારે જ્યારે અવસર મળ્યો ત્યારે એમણે એને ઉપહાસ જ કર્યો. સ્વયં બુદ્ધની આ શિલીને ઉત્તરકાલીન બધાય બૌદ્ધ લેખકોએ અપનાવી; પરિણામે, આજે આપણે એ જોઈએ છીએ કે, બુદ્ધ કરેલો દેહદમનનો વિરોધ બૌદ્ધ સંધમાં આજે સુકુમારતામાં ફેરવાઈ ગયો છે, જ્યારે મહાવીરનું બાહ્ય તપવાળું જીવન જૈન પરંપરામાં કેવળ દેહદમનમાં પરિણત થઈ ગયું. આ બન્ને દેષ સામુદાયિક પ્રકૃતિના સ્વાભાવિક દોષ છે, નહીં કે મૂળ પુરુષોના આદર્શના દોષ.
[દઔચિં૦ નં૦ ૨, ૫૦ ૯૦-૯૬] ભગવાન મહાવીરે તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તો એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. એમની શોધ જે હોય તો તે એટલી જ કે એમણે તપને—કઠોરમાં કઠોર તપને–દેહદમનને અને કાયકલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભરની ભાષામાં કહીએ તો ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું, પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનને અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે : એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમને આવી જાય છે, જ્યારે આવ્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમો આવી જાય છે. ભગવાન દીર્ઘતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપના કારણે નહિ, પણ એ તપને અંતજીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે જ—એ વાત ભુલાવી ન જોઈએ. તપને વિકાસ
ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ ફળરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org