Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમ ના પ્રાણ
૧૦
વાદમાં એવા સંભવ જ નથી; એવા પ્રસંગ તા રાગ, મેહ કે દ્વેષને જ. આધીન છે. વળી, એવે! કામાચારના પ્રસંગ કાઈના આધ્યાત્મિક હિતને માટે પણ સંભવી નથી શકતા. આવા જ કારણથી બ્રહ્મચર્ય'ના પાલનનું નિરપવાદ વિધાન કરવામાં આવ્યું છે અને એ માટે દરેક જાતના ઉપાયે। પણ બતાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્યના ભંગ કરનારાને પ્રાયશ્ચિત્ત તે આકરાં છે જ, તેમાં પણ જે જેટલે ઊંચે દરજ્જેથી બ્રહ્મચર્યની વિરાધના કરે છે તેને તેના દરજ્જા પ્રમાણે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ પ્રાયશ્ચિત્ત કહેલાં છે. જેમ કે, કાઈ સાધારણ ક્ષુલ્લક સાધુ અજ્ઞાન અને મેહને વશ થઈ બ્રહ્મચર્યની વિરાધના કરે તેા તેનું પ્રાયશ્ચિત્ત એના ક્ષુલ્લક અધિકાર પ્રમાણે ચેાજેલું છે. અને ગીતા ( સિદ્ધાંતના પારગામી અને સમાન્ય) આચાર્ય આવી ભૂલ કરે તેા તેનું પ્રાયશ્ચિત્ત પેલા ક્ષુલ્લક સાધુ કરતાં અનેકગણું વધારે કહેલું છે. લેાકેામાં પણ
આ જ ન્યાય પ્રચલિત છે. કાઈ તદ્દન સામાન્ય માણસ આવી ભૂલ કરે તે સમાજ એ વિષે લગભગ બેદરકાર જેવા રહે છે, પણ કા કુલીન અને આદર્શ કાઢીને માણસ આ પ્રસંગને અંગે સાધારણ પણ ભૂલ કરે તેા સમાજ તેને કદાપિ સાંખી લેતા નથી.૧
[દઅચિ’૦ ભા॰ ૧, પૃ૦ ૫૦૭-૫૧૫, ૫૧૭-૫૨૧, ૫૨૪૫૨૭, ૫૩૩, ૫૩૪ ]
૧. આ લેખના સહલેખક શ્રી એચરદાસજી દાશો પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org