Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
જૈનધમ ના પ્રાણ
૧૫૦
બ્રહ્મચારી. આ બીજો અર્થ જ વ્રત–નિયમે સ્વીકારવામાં ખાસ લેવાય છે અને તેથી જ્યારે કાઈ ગૃહત્યાગ કરી ભિક્ષુ થાય અગર ધરમાં રહી મર્યાદિત ત્યાગ સ્વીકારે, ત્યારે બ્રહ્મચ ના નિયમ અહિંસાના નિયમથી જુદો પાડીને જ લેવામાં આવે છે.૧
૨. અધિકારી અને વિશિષ્ટ સ્ત્રીપુરુષો
અ. સ્ત્રી કે પુરુષ જાતિને જરાયે ભેદ રાખ્યા સિવાય . બન્નેને એકસરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યાં છે. તે માટે ઉમર, દેશ, કાલ વગેરેના કશે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. આ માટે સ્મૃતિઓમાં જુદા જ મત બતાવેલા છે. તેમાં આ જાતના સમાન અધિકારે અસ્વીકાર કરેલા છે. બ્રહ્મચર્ય માટે જોઈતુ આત્મબલ સ્ત્રી અને પુરુષ બન્ને એકસરખી રીતે પ્રગટ કરી શકે છે, એ બાબતમાં જૈન શાસ્ત્ર અને બૌદ્ધ શાસ્ત્રને મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીએ મહાસતી તરીકે એકેએક જૈન ઘરમાં જાણીતી છે અને પ્રાતઃકાળમાં આબાલવૃદ્ધ દરેક જૈન કેટલાક વિશિષ્ટ સત્પુરુષોનાં નામેાની સાથે એ મહાસતીઓનાં નામેાના પણ તેઓના સ્મરણને પરમમગળ માને છે.
પાઠ કરે છે, અને
બ્રહ્મચર્ય -
આ.કેટલાંક બ્રહ્મચારી અને બ્રહ્મચારિણી જીવનમાં શિથિલ થયાના દાખલા છે; તેમ તેથીયે વધારે આકર્ષીક દાખલાએ બ્રહ્મચર્યંમાં અદ્ભુત સ્થિરતા બતાવનાર સ્ત્રીપુરુષોના છે. એવામાં માત્ર ત્યાગી વ્યક્તિ જ નહિ, પણ ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિ પણ આવે છે. બિમ્નિસાર શ્રેણિક રાજાના પુત્ર ભિક્ષુ નન્દિષેણ માત્ર કામરાગને વશ થઈ બ્રહ્મચર્યથી વ્યુત થઈ ખાર વ કરી ભાગજીવન સ્વીકારે છે. આષાઢભૂતિ નામક મુનિએ પણ
૧. અહિં’સા તથા બ્રહ્મચર્યંના પાલનની પ્રતિજ્ઞા માટે જીએ! પાક્ષિકસૂત્ર પૃ૦ ૮ તથા ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org